નજીકના ગામોમાં બનતા રસ્તાના ભાવ અને દૂર ગામડાઓમાં બનતા રસ્તાઓના ભાવ એક સરખા એસ્ટીમેટ હોવાથી કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવાથી દૂર રહે છે
નસવાડી: નસવાડી તાલુકાના 6 જેટલા રસ્તા 13 જેટલા ગામોને જોડતા 6 કરોડના ખર્ચે ડામર રસ્તા બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ચાર ચાર વખત ટેન્ડર બહાર પાડવા છતાંય કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ના ભરતા આ ગામડાઓના રસ્તા વર્ષો થી જર્જરિત છે ને ચોમાસા ના સમય માં અમુક રસ્તાઓ બંધ પણ થઇ જાય છે. ગામો સંપર્ક વિહોણા પણ બને છે. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગ એસ્ટીમેટ બનાવે તેમાં સુધારો કરવો જોઈએ નજીકના ગામોમાં બનતા રસ્તાના ભાવ અને દૂર ગામડાઓમાં બનતા રસ્તાઓના ભાવ એક સરખા એસ્ટીમેટ હોવાથી કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવાથી દૂર રહે છે..
છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની એજયુકેટીવ ઈજેનર ની કચેરી દ્વારા નસવાડી તાલુકાના (1) ડબ્બા પીપલવાની રોડ (2)પિસાયતા બુધા ઝુલધાની રોડ (3) પલાસણી કરમદી રોડ (4)મોઘલા પલાસણી રોડ (5) કુપ્પા ખેંદા છોટી ઉંમર ડબ્બા રોડ (6) સાંકળ (પી) માઠા ઝુલધાની રોડ આમ કુલ 6 રસ્તા પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરીની માલિકીના છે. જયારે આ રસ્તા બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. પરન્તુ કોન્ટ્રાક્ટરોને ડુંગર વિસ્તારના રસ્તા બનાવવા માટે જે મટીરીયલ લઇ જવાનું હોય છે તેનું ભાડું મોંઘુ પડે છે. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જે એસ્ટીમેટ બનાવવામાં આવે છે તે એસ્ટીમેન્ટ નસવાડીની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં એસ્ટીમેટમાં મટીરીયલના ભાવો અને ડુંગર વિસ્તાર lમાં 40 કિલોમીટર દૂર મટીરીયલ લઇ જવાના ભાવ એક સરખા રાખવામાં આવે છે. જેના કારણે આ રસ્તાઓ બનાવવા માટે ટેન્ડર કોન્ટ્રાકટરો ભરતા નથી. પંચાયત માર્ગ મકાન વિભાગની નિષ્કાળજીના કારણે આ કામો થતા નથી. જેનો ભોગ આદિવાસી પ્રજા બની રહી છે. નસવાડી તાલુકાના 13 જેટલા ગામોને જોડતા રસ્તા વર્ષો પહેલા ડામર રસ્તા બન્યા હતા ત્યાર બાદ નવેસર થી રસ્તા ના બનતા રસ્તા માં ખાડા પડી ગયા છે. અમુક રસ્તાઓમાં તો ચોમાસાના સમયે વાહન ચાલી શકતું નથી. અનેક ગામો ચોમાસાના સમયે સંપર્ક વિહોણા બની જાય છે. જયારે ડુંગર વિસ્તાર ના ગામોમાં લોકો ચાર ચાર મહિના સુધી નસવાડી તાલુકા મથક ઉપર આવી શકતા નથી શિક્ષકો શાળાએ પહોંચી શકતા નથી. જેના કારણે બાળકોનું શિક્ષણ પણ બગડે છે. જયારે અધિકારીઓ પણ ગામડાઓની મુલાકાત લેતા નથી. આદિવાસી વિસ્તાર માં 13 ગામોને જોડતા રસ્તા ના એસ્ટીમેન્ટ માં સુધારો કરવામાં આવે તો નવા રસ્તા બને તેમ છે