Chhotaudepur

નસવાડી તાલુકાના પાલા ગામે વિશ્વનાથ ગુરુ મહારાજના મંદિરમાં પ્રવેશબંધી



સંતો અને ભક્તોએ તાલુકા સેવાસદન માં રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું

મૌન ધારણ કરેલા મુનિ મહારાજ બોલતા ના હોવાથી સંતોને તેઓની ભક્તિ નો લાભ મળતો નથી

મંદિરમાં પ્રવેશ કરવા માટે અઢી દિવસ શ્રમદાન કરવાનો મુનિ મહારાજે નિયમ બનાવતા ભક્તોમાં નારાજગી

પાલા મંદિરના ગાદી પતિ મૌન મુનિ મહારાજ બોલતા ના હોવાથી ભક્તોની માંગ છે કે બોલતા મહારાજ આપવામાં આવે

પહેરવેશમાં ધોતી પહેરેલો ભક્ત હોય તેને જ પ્રવેશ આપવામાં આવે છે આવા નિયમોથી ભક્તોમાં નારાજગી



નસવાડી તાલુકાના પાલા ખાતે આવેલા ગુરુ વિશ્વનાથ મહારાજના મંદિર ના તાળાં ખોલવામાં આવતા નથી અને મંદિર માં મુનિ મહારાજના નિયમો ના પાડનારને મંજૂરી વગર ભક્તોને પ્રવેશ કરવા દેવા માં આવતો નથી. જ્યારે વિશ્વનાથ ગુરુ મહારાજ વખતે આવા કોઈ નિયમો ના હતા. દરેક ભક્તોને તે વખતે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. તેઓના અવસાન બાદ તેઓની ગાદી ઉપર મૌન મુનિ મહારાજને રાજકીય નેતાઓ દ્વારા બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાલા મંદિરમાં મૌન મુનિ મહારાજે જ્યારથી ગાદી સંભાળી ત્યારથી તેઓ ભક્તો સાથે કાગળ ઉપર લખીને વાતચીત કરે છે તેમજ મંદિર માં પ્રવેશ માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જે ભક્ત અઢી દિવસ શ્રમદાન કરે તેમજ ધોતી અને ઝબ્બો પહેરીને આવે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે . પેન્ટ પહેરીને આવનાર ભક્તને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આવા વિચિત્ર નિયમોથી અનેક ભક્તો અને સંતોમાં નારાજગી છવાઇ છે. જેને લઇને સંત સમાજ અને ભક્તો દ્વારા બાપા સીતારામ મંદિરે મિટિંગ કરીને તાલુકા સેવાસદન પહોંચી રામધૂન બોલાવી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાલાના મંદિરના મહારાજ વિરૂદ્ધ ગંભીર આક્ષેપ ભક્તો અને સંતોએ કર્યા હતા. મંદિરના દરવાજા દરેક ભક્ત માટે ખોલવામાં આવે આવું નહિ કરવામાં આવે તો મંદિરના દરવાજે મંદિરના દરવાજે આરતી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. મૌન મુનિ મહારાજના સમર્થકો આ નિયમોનું સમર્થન કરી રહ્યા છે. મંદિરમાં આ નિયમોથી લોકોમાં કામ કરવાની શક્તિ આવી છે. મંદિરમાં લોકો સમય ફાળવે છે પરંતુ બીજી તરફ સંતો અને ભક્તોમાં આ નિયમથી રોષ ભભૂકી ઉઠ્યો છે જેથી હાલ તો સંતો અને ભક્તો બે ભાગમાં વહેંચાઈ ગયા છે

ગોપાલભાઈ સરપંચના જણાવ્યા મુજબ મૌન મુનિ મહારાજને હટાવવા માટે ખોટી રીતના મંદિરના નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યું છે જે સેવા કરી શકતા હોય તેને જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે જે નિયમો મુનિ મહારાજે બનાવ્યા છે તે ભક્તો માટે સારા છે

અમરદાસ_સંતના જણાવ્યા મુજબ મૌન મુનિ મહારાજ ભક્તોને કોઈ જ્ઞાન આપતો નથી મૌન સંત અને મૌન શિક્ષક સમાજ માટે કોઈ કામના નથી તેવી જ રીતના મોબાઈલ સાઇલન્ટ હોય તો ખબર ના પડે તે રીતના પાલા મંદિરના મહારાજ મૌન હોવાથી કોઈ કામના નથી મંદિરને જે તાળા મારવામાં આવેલા છે તે આખા રાજ્યમાં કોઈ જગ્યાએ આવો નિયમ નથી પહેરવેશના નિયમો પણ ખોટા છે. જયારે આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે દરેક ભક્તોની આસ્થા જોડાયેલી છે ત્યારે આવા નિયમોથી ભક્તોમાં નારાજગી છે અને ભક્તો મંદિરના દર્શન વગર રહી જાય છે તેને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વહેલી તકે મંદિરના દરવાજા દરેક ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવે તેવી અમારી માંગ છે



મેલ ફોટો લાઈન : નસવાડી તાલુકાના પાલા ગામે મંદિરમાં પ્રવેશવાના સહીત અન્ય નિયમો અને મંદિરના મૌન મુનિ મહારાજની વિરોધ ભક્તો અને સંતોએ રામધૂન બોલાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું તેની તસવીર

Most Popular

To Top