Chhotaudepur

નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ

નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે 10 , 11 અને 12 વોર્ડમાં 2000 મતદારો છે. બીજા 9 વોર્ડમાં 5000 મતદારો હોવાથી આ ત્રણ વોર્ડમાં વધારે મતદારો હોવાથી વોર્ડ વિભાજનની રચનામાં અધિકારીઓની ગંભીર બેદરકારી છે. ચૂંટણી જાહેર થતા પહેલા વોર્ડ રચનામાં ફેરફાર કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 12 વોર્ડની રચના કરવામાં આવેલી છે. સાત વર્ષ પેહલા થયેલી વોર્ડ રચનામાં નસવાડીના સ્ટેશન વિસ્તાર મેમણ કોલાની વિસ્તાર અને શિવનગર કવાંટ રોડ વિસ્તાર આ વિસ્તારોમાં વોર્ડ નંબર 10,11,12 બનાવવામાં આવેલા છે. જેમાં 2 હજાર જેટલા મતદારો 3 વોર્ડમાં સમાવેશ કરવામાં આવેલા છે. જયારે નસવાડી ગ્રામ પંચાયતના બીજા 9 વોર્ડમાં 5 હજાર મતદારો છે. જૂની યાદી પ્રમાણે ફરીથી તંત્ર ચૂંટણી કરાવવા માટે સજ્જ થયું છે. પરંતુ વોર્ડ વિભાજનમાં અગાઉના અધિકારીઓ ગંભીર બેદરકારી રાખીને વોર્ડ રચના કરવામાં આવી છે. વોર્ડ રચનામાં દરેક વોર્ડના મતદારો સરખા ભાગે વિભાજન કરવું જોઈએ. નસવાડી ગ્રામ પંચાયતમાં વર્ષોથી શાસન કરતા સત્તામાં બેસતા લોકોએ રાજકીય વગ વાપરીને તેઓના વિસ્તારનો વોર્ડ સૌથી ઓછા મતદારોનો સમાવેશ કરેલો છે. જયારે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અધિકારીઓએ વોર્ડ રચનામાં ફેરફાર કરીને જે વોર્ડમાં વધારે મતદારો છે તે વોર્ડના મતદારોને બીજા વોર્ડમાં સમાવેશ કરે અથવા નવા વોર્ડની બનવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જયારે સરકાર વધારે વસ્તી ધરાવતા વોર્ડમાં 15 માં નાણાંપંચની ગ્રાન્ટમાં દરેક સભ્યને વોર્ડ વાઈઝ ગ્રાન્ટ આપવામાં આવે છે. વોર્ડની વધારે વસ્તી હોવાથી વોર્ડનો વિકાસ થતો નથી અને સભ્યને મતદારો મેણાં મારે છે ત્યારે વોર્ડના સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. જયારે નાના વોર્ડમાં પણ સરખી ગ્રાન્ટ ફાળવામાં આવે છે. જેથી નાના વોર્ડનો વિકાસ થાય છે. નસવાડી મામલતદાર વોર્ડની રચના કરે ત્યારે વોર્ડ નંબર 10,11,12 ની રચનામાં મતદારો ઓછા કરે અથવા તો નવા વોર્ડની રચના કરે તે જરૂરી બન્યું છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતની મતદાર યાદી સુધારણા કાર્યકમ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ રચનામાં પણ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

Most Popular

To Top