Chhotaudepur

નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી…

નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષ ની લાશ મળતા પોલીસે આ લાશ ને વડોદરા કોલ્ડ રૂમ માં મોકલી જયારે પોલીસ મારનાર વ્યક્તિ ક્યાંનો છે તેની શોધખોળ આદરી.

નસવાડી ખાતે અશ્વિન નદીમાં એક અજાણ્યા ઈસમ ની લાશ તરતી હોવાની વાત વાયુવેગે ફેલાતા અશ્વિન નદી ના કિનારે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા નસવાડી પોલીસ આવીને નદીમાં ઉતરી ને અજાણ્યા ઈસમ ની લાશ પાણી માંથી બહાર કાઢી હતી પોલીસ ના જણાવ્યા મુજબ આ મૃતક 4 દિવસ પહેલા મરી ગયો હોવાનું અનુમાન છે જયારે મૃતક ના સગા વહાલાઓ અત્યારસુધી આવ્યા ના હોવાથી તેની લાશ વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં કોલ્ડ રૂમ માં મુકવામાં આવશે આઠ દિવસ સુધી લાશ કોલ્ડ રૂમ માં રાખવામાં આવશે વાલી વારસ લાશ નું કોઈ ના આવે તો તેની અંતિમ ક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવે છે જયારે નદી કિનારે ભેગા થયેલા લોકો માંથી મળતી માહિતી મુજબ નદી માં ઊંડું પાણી નથી નદી ઉનાળા ના કારણે સુકાઈ ગયેલ છે તો પછી ડૂબવાની ઘટના ના બને જયારે મરનાર ની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા થઇ છે તેની તપાસ પોલીસ હાથ ધરે જયારે પોલીસ હાલ તો આત્મ હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે મરનાર ના કોઈ પણ સગાવહાલા ઓ આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.

Most Popular

To Top