Chhotaudepur

નસવાડીમાં નવરાત્રી પૂર્વે નાની માટલી (ગરબા)ને કલર કામ કરીને સજાવી રહેલા કારીગરો

નસવાડીમાં નવરાત્રીના પર્વમાં પૂજા વિધિ માટે વપરાતી ગરબાના સ્થળે મુકવામાં આવતી નાની માટલી (ગરબા)નું કલર કામ કરીને તૈયાર કરી રહેલા કારીગરો રાત દિવસ એક કરી રહ્યા છે .

નસવાડી ખાતે અનેક પરિવારો નવરાત્રીના ગરબામાં પૂજા વિધિમાં નાના ગરબા તરીકે માટીની બનાવેલી માટલીને કલર કામ અને તેને બનાવવા માટેની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. આ માટલી દરેક ગરબાના સ્થળે મુકવામા આવે છે અને પૂજા વિધિ કરવામાં આવે છે. હાલ તો કારીગરો માટલીઓ બનાવીને કલર કામ કરીને તૈયારી કરી રહ્યા છે, પરંતુ આ વર્ષ નવરાત્રીમાં વરસાદની આગાહીને લઈને ચિંતાના વાદળો કારીગરો ઉપર છવાયા છે જયારે હાલ સતત બે દિવસથી વરસાદ પડતો હોવાથી માટલી ઉપરનું કલર કામ વહેલું સુકાતું નથી. જયારે 12 મહિનો એક તહેવાર વખતે આવતો હોય તે વખતે નાના કારીગરોને એક આશા હોય હોય છે અને રોજગારી મેળવવા માટે માટલીઓ (ગરબા) બનાવતા હોય છે. પરંતુ આ વર્ષ વરસાદની આગાહી છે જેના કારણે નાની કારીગરો ચિંતામાં મુકાયા છે. જયારે ગરબા આયોજકોએ પણ ગણતરીના દિવસો નવરાત્રિને બાકી છે જેને લઇ ગરબાના મંડપો બાંધવાનું શરૂ કરી દીધું છે , પરંતુ મંડપો પલળી જવાનો ડર છે.

હાલ તો યુવાધન નવરાત્રિને લઈને ખરીદીમાં વ્યસ્ત બન્યું છે અવનવી ડિઝાઇનના ચણીયા ચોળી બજારોમાં જોવા મળી રહે છે. ગત વર્ષ કરતા આ વર્ષ ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. સરકાર ફળીયા ચારરસ્તા વિસ્તારમાં સતત 50 માં વર્ષ નવરાત્રી યોજાશે. અહી શ્રીજી યુવક મંડળ નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયું છે. માં અંબે મંદિરના ગ્રાઉન્ડમાં પણ ગરબા યોજાશે .

Most Popular

To Top