Chhotaudepur

નસવાડીમાં આખરે વરસાદ, બાળકોએ નહાવાની મજા માણી

નસવાડી તાલુકામાં રવિવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે નસવાડી કંડવા રોડ ઉપર વૃક્ષની ડાળી રોડ ઉપર તૂટીને પડી હતી. પહેલા વરસાદમા નાના બાળકોએ નાહવાની મજા માણી હતી.

નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ થી લોકો ત્રાહિમામ હતા. બે દિવસથી આકાશમા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. જેને લઇને ખેડૂતોને વરસાદ ની આશા બંધાઈ હતી. જ્યારે રવિવારના રોજ બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખબકાતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. જ્યારે વીજળીના કડાકા ભડાકાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું પ્રથમ વરસાદ mમા નાના બાળકો વરસાદ ની મજા માણવા સોસાયટી વિસ્તારોમા વરસાદના પાણીથી નાહવા mની મજા માણી હતી.ચોમાસાનો પહેલાં વરસાદથી ખેડૂતોમા ખુશી વ્યાપી છે. જ્યારે આ વરસાદથી ખેડૂતો ખાતર, બિયારણ અને ખેતીની અન્ય સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામા આવ્યા હતા. બજાર માં પણ ખેતી ના ઓજારો ની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી. નસવાડી તાલુકામાં વરસાદ પડતાં ગરમીમાં રાહત મળી છે. જ્યારે પ્રથમ વરસાદમા નસવાડી ટાઉનમા વીજ પુરવઠો ગુલ થયો હતો પ્રી મોન્સુનની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી હોવાના દાવા પોકળ સાબિત થયા હતા હજુ પહેલા જ વરસાદ મા વીજ પુરવઠો ગુલ થતાં લોકોમા મધ્યગુજરાત વીજ કંપની સામે આક્રોશ જોવા મળતો હતો.

Most Popular

To Top