Chhotaudepur

નસવાડીના 12 ક્વાટર્સના તાળા તોડી 6.5 તોલા સોનાના ઘરેણાં, રૂ. 75 હજારની રોકડની ચોરી


નસવાડી નસવાડીના બાર ક્વાટર્સમા રહેતા સરકારી કર્મચારી અને આરોગ્ય ક્વાટર્સમા રહેતા ડોક્ટરના ઘરોના તાળા તૂટ્યા છે. જેમાં બાર ક્વાટર્સમા રહેતા ચૌહાણ પરિવારના સોનાના ઘરેણાં 6.5 તોલા, રોકડ રૂપિયા 75000 અને ડોક્ટરના ઘરેથી રૂ 12000 ચોરાઈ ગયાની ફરિયાદ તેઓએ નસવાડી પોલીસને આપતાં નસવાડી પોલીસ તપાસ શરૂ કરી છે. નસવાડી તાલુકામા તસ્કરોના ભયથી ગામે ગામ લોકો ઉજાગરા કરી રહ્યા છે. તેવામાં ગામડામા છોડીને તસ્કરો નસવાડી ટાઉનના બંધ ઘરોને નિશાન બનાવતા મોટી ચોરી કરવામાં તસ્કરો આખરે સફળ બન્યા છે. નસવાડી હાઈસ્કૂલ સામે બાર ક્વાટર્સમા રહેતા સેન્હા ચૌહાણ અને તેમના પતિ મનોહરસિંહ ચૌહાણ શુક્રવારની રાત્રે તેમના ગામ કાડકોચ ગયા હતા. સવારના ખબર પડતા બાર ક્વાટર્સ અને આરોગ્ય ક્વાટર્સના તસ્કરો તાળા તોડ્યા હોઇ ચૌહાણ પરિવાર પૂછપરછ કરતા તેઓને સવારમા કઈ જાણવા મળ્યું ના હતુ. પરંતુ તેઓ ઘરે આવતા જ સેન્હા ચૌહાણે જે થેલામા સોનાના ઘરેણાં મુક્યા હતા તે ત્યાં જોવા ન મળતા તેઓએ નસવાડી પોલીસને જાણ કરી છે. જયારે અન્ય ડોક્ટરના ઘરે પણ રોકડ રકમની ચોરી થતા તેઓ પણ પોલીસને જાણ કરી છે. નસવાડી પોલીસ સ્થળ ઉપર આવી પ્રાથમિક તપાસ હાથ ઘરી છે. રાત્રે તસ્કરો તાળા તોડી બંધ ઘરોને નિશાન બનાવતા લાખ્ખોના સોના ઘરેણાં અને રોકડ રકમની ચોરી થતા આજુબાજુના ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top