Chhotaudepur

નસવાડીના નાની ઝડૂલી ગામે બે સંતાનો ની માતાએ ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરી



નસવાડી: નસવાડી તાલુકાના નાનીઝડૂલી ગામની દીકરી સોયનીબેન ના પ્રેમ લગ્ન આઠ વર્ષ પહેલા ગામ મોટી ઝડુલી તા.કવાંટના ઇન્ડિયા ભાઈ રીમજીભાઈ સાથે થયેલા હતા. તેઓના સંસાર માં બે બાળકો પણ હતા. જયારે તેઓના લગ્ન જીવનમાં વારંવાર ઝઘડા પણ થતા હતા. જેને લઈને એક માસ પહેલા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા મહિલાનો હાથ તેના પતિએ ભાંગી નાખતા પતિ ના ત્રાસ થી કંટાળેલી પરણિત મહિલા માતા ના ઘરે આવી ગઈ હતી. તેના બાળકો પણ લઇ આવી હતી. માતા પોતાની દીકરીને કવાંટ ખાતે ખાનગી દવાખાનામાં તૂટેલા હાથની સારવાર પણ કરાવી હતી. ત્યારથી પતિને છોડીને માતાના ઘરે રહેતી હતી. પરંતુ પતિએ મોટી ઝડૂલી ગામેથી નાનીઝડૂલી ગામે સાસરીમાં આવી અને સોયનીબેનને માર મારતા મહિલા બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવતા ગભરાઈ ને ઇન્ડિયાભાઈ ભાગી ગયેલો. થોડા સમય બાદ ફરી આવીને તેને હેરાન પરેશાન કરતો હતો. પતિ ના ત્રાસ થી પરણિત મહિલાએ માતાના ઘરે ઝેરી દવા પી લીઘી હતી થોડી વાર બાદ માતા આવતા તેને જાણ કરતા તાત્કાલિક તેને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લાવવામાં આવી હતી ત્યાર બાદ તેની તબિયત લથડતા રાજપીપલા ખાતે વધુ સારવાર માટે લઇ જવા માં આવી હતી પરંતુ દવાખાના માં પહોંચતા ફરજ ઉપર ના તબીબે તેને મૃત જાહેર કરતા મોટી ઝડુલી ગામના ઇન્દિયભાઈ રીમજીભાઈ ગામ મોટી ઝડૂલી તા કવાંટ ના વિરુદ્ધ માં નસવાડી પોલીસ સ્ટેશન માં યુવતી ની માતા દહરીબેન માવસિંહ ભાઈ એ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ની ધરપકડ કરવાનો ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top