Dabhoi

નશો કરી ચાણોદમાં હોમ ગાર્ડ સાથે મારામારી કરનાર વડોદરાના ત્રણ યુવાનની ધરપકડ

ડભોઇ: ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાણોદ ખાતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ ગંગા દશાહરાનો પર્વ ચાલી રહ્યો છે.ત્યારે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ નર્મદા-ગંગા સ્નાન તેમજ આરતી માટે આવતા હોય છે. મોટી સંખ્યા માં લોકો આવતા હોવાથી તકેદારીના પગલાં રૂપે ચાણોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.ગતરોજ ચાણોદના માળી કુંડળ ઘાટ પાસે કેટલાક અસામાજિક તત્વોએ બંદોબસ્તમાં આવેલા હોમગાર્ડ જવાનો સાથે ઝઘડો કરી મારામારી કરતા ચાણોદ પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી અટક કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના ખારવા સમાજ ના કેટલા યુવકો નર્મદા સ્નાન કરી રહ્યા હતા. તે સમય ચાણોદ હોમગાર્ડ જવાન દ્વારા તેમને નદીની અંદર વધુ નહીં જવાનું જણાવતા ઉશ્કેરાઈને નદી માં નાહવા પડેલા ઈસમો દ્વારા હોમગાર્ડ કિરણભાઈ રબારી સાથે ઝપાઝપી કરતા યુવકો ને છોડાવવા જતા કોન્સ્ટેબલ સાથે પણ ઝપા ઝપી કરી પથ્થર મારો કર્યો હતો.જે બાદ ત્રણ જેટલા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા હોમગાર્ડ જવાન કિરણભાઈ રબારી ને મારનાર 1.ધવલભાઈ વિજયભાઈ ખારવા રહે,ખાડિયાપોર ખંડેરાવ માર્કેટ પાસે, 2.કેનિક મુકેશભાઈ ખારવા, રહે નાની ખારવાવાળ પથ્થરગેટ પાસે વડોદરા હોવાનું જણાવ્યું હતું.અને અન્ય એક ઈસમ નાસી ગયો છે જેનું નામ ધ્રુવેશ વિજયભાઈ ખારવા જણાવ્યું હતું અને અન્ય એક યુવક કૃણાલ ભુપેન્દ્રભાઈ ખારવા રહે નાની ખારવાવાળ પથ્થરગેટ હાનુમાનજી મંદિર પાસે વડોદરા હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલ યુવકો ને પૂછપરછ દરમિયાન તેઓએ કેફી પીણાનું સેવન કર્યું હોય તેમ જણાતા તેઓનું મોઢું સૂંઘતા પુષ્કળ પ્રમાણમાં કેફી પીણાનું સેવન કર્યું હોય તેમ જણાવામા આવ્યું હતું. જેથી તેઓ પાસે પાસ પરમીટ માંગતા તેઓ પાસે આવી કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલ ઈસમો ની શરીર સ્થિતિ નું વિગરવાર નું પંચનામું કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top