એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક બાળક છે અને તે ગર્ભવતી. આ માટે તેણે 9 મહિના સુધી નકલી બેબી બમ્પ (baby bump) લગાવીને ઢોંગ કર્યો હતો. મહિલાના આ નાટકનું કારણ પણ આશ્ચર્યજનક છે. જેક્લીન મેકગોવન નામની મહિલા હોસ્પિટલમાં નકલી એપોઇન્ટમેન્ટનો ફોટો તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (ex-boyfriend) જેમી ઇટકેનની માતાને મોકલતી હતી.
જેક્લીને 9 મહિના સુધી જેમીના પરિવારને ખાતરી આપી હતી કે તેના પેટમાં જેમીનું બાળક છે. તે જેમીના સંબંધીઓની વારંવાર મુલાકાત લેતી હતી કે તે 36 વર્ષના બાળક જેકલીન છે. એકવાર સંપૂર્ણ 9 મહિનાની ગર્ભવતીની જેમ તે તેના ભાઈની ઑફિસે પહોંચી અને તેને તેની મદદ કરવા કહ્યુ હતુ. આ માટે જેક્લીને એક બનાવટી બેબી બમ્પ ખરીદ્યો જે તે આખા સમય માટે તેના કપડાની અંદર જ રાખતી હતી. જેકલીન લોકોને એટલી છેતરતી હતી કે તેણે બાળકને નુહનું નામ પણ આપ્યું હતું અને તે લોકો સાથે તેની ડિલિવરીની તારીખ અંગે ચર્ચા કરતી હતી. તે જેમીની માતાને કહેતી કે તે દાદી બનશે. જેક્લીન જેમીની માતાને કહે છે કે જેમી તેની સાથે ચેક-અપ એપોઇન્ટમેન્ટ લેતી નથી. જેક્લીને કહ્યું કે તેની ડિલિવરી 20 માર્ચ 2020 ના રોજ થશે. તેણે જેમીની માતાને કહ્યું કે ડિલિવરી પછી તેઓએ તેમના પૌત્રને ઉછેરવો પડશે.
એક દિવસ જેક્લીને અચાનક જૈમી પાસે બાળકોનો સામાન ખરીદવા 2,99,888 રૂપિયાની માંગ કરી. આ પછી તેણે જેમીને કહ્યુ કે તેનો ગર્ભપાત થઇ ગયો છે. ત્યારબાદ ઘણા સમય સુધી જેક્લીન જેમી અને તેના પરિવારના સભ્યોને ગર્ભપાત માટે દોષી ઠેરવી પૈસાની માંગણી કરતી. અંતે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેણે કબૂલ્યુ કે તેણે તેના ભૂતપૂર્વ પ્રેમી પાસેથી પૈસા પડાવવા અને તેની અને તાના પરિવારની જાસૂસી કરવા આ નાટક કર્યુ હતુ. જો કે કોર્ટમાં ગત સુનાવણીમાં જેકલીનને દોષી ઠેરવવામાં આવી ન હતી. જો કે હવે તેને આવતા મહિને સજા સંભળાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.