વડોદરા શહેરમાં મેઘરાજાએ ફરી ધૂમ ધડાકા સાથે બેટિંગ શરૂ કરી છે. આ સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે.
નવરાત્રી પહેલાના રવિવારે ખરીદી માટે નવા બજારમાં જોરદાર ભીડ જામી હતી ત્યાં જ વરસાદ શરૂ થતાં દુકાનોમાં પાણી ભરાયાં હતાં . લહેરીપુરા સહિત ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
ચાર દરવાજા વિસ્તારમાં પાણીગેટ રોડ પર આવેલી મદાર માર્કેટની દુકાનોમાં પાણી પ્રવેશતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.