નવાઝુદ્દીન સિદ્દીકીને હવે કોઈ ઓળખની જરૂર નથી રહી, હા એ ખરું કે ફિલ્મો સતત ફ્લોપ જવાને કારણે તે ભૂલાવા લાગ્યો હશે પણ કલાકાર હજી ભરખમ છે. 2023માં તેને ખબર પડી ચુકી હતી કે વધારે એક્સપરીમેન્ટ કરવાના કારણે તેની ફિલ્મો ચાલી નથી રહી. હવે સ્ટોરી બાબતે ખુબ સમજીને કામ કરે છે. બાળાસાહેબ, માંઝી, મન્ટો, રમનરાઘવ જેવા રિયલ લાઇડ કેરેક્ટર ભજવતો નવાઝ ફરીવાર એક રિયલ લાઈફ સ્ટોરી લઇ OTT પર આવી રહ્યો છે. 2025ની આ તેની બીજી ફિલ્મ છે, એમ તો 15 જેટલા પ્રોજેક્ટ્સ તેની પાસે હાલ પડ્યા છે પણ આવી રહેલી કોસ્ટાઓ વિશે તેનું શું કહેવું છે? જાણીયે.
આ ફિલ્મમાં નવાઝે ‘પાણીમાં મગર સાથે વેર’ બાંધ્યું છે!
હા..હા.. એવું કંઈ નથી પણ આ ફિલ્મનાં મારા ડિરેક્ટર સેજલ શાહે મને કહ્યું કે તેઓ શક્ય તેટલું રિયલ એક્શન સિક્વન્સ બનાવવા માંગે છે. જેનાથી એ ફિલ્મ વધારે રીયલ અને વધારે થ્રિલર, ઓથેન્ટિક પણ લાગે. એટલા માટે મેં બોક્સિંગ અને રનિંગની ઘણા અઠવાડિયા સુધી પ્રેક્ટિસ લીધી હતી. ફિલ્મનાં એક ફાઇટિંગ સીનમાં પાણીમાં મગરો વચ્ચે તરવાનું હતું. પહેલા કીધું એમ, અમારા ડિરેક્ટરની ડિમાન્ડને ફોલો કરતાં પાણીમાં મગરો હોવા છતાં ડૂબકી લગાવી પડી, જોકે મને એટલું ખાસ તરતા નથી આવડતું પણ તમે એ સીન જોશો તો આ ઉઠાવેલી જહેમત દેખાશે ખરી.
કોસ્ટાઓનું કિરદાર કેમ પસંદ પડ્યું?
જે વાત આ પાત્રમાં મને આકર્ષિત કરે છે તે કોસ્ટાઓનું વારંવાર હસવું, તે ખૂબ હસે છે, પરંતુ તેના હાસ્ય પાછળ હજુ પણ કંઈક છુપાયેલું છે. તે શોધવાનું ખૂબ જ રસપ્રદ હતું, એક એક્ટર તરીકે મારા માટે ચેલેન્જીંગ પણ ખરું. હાસ્ય અને તેની અંદર છુપાયેલી લાગણીઓ વચ્ચેનો વિરોધાભાસે મને કિરદાર ભજવવા રસ પાડ્યો, ઉપરથી આ રિયલ લાઈફ કેરેક્ટર, એક અધિકારી બહાદુરી, ભ્રષ્ટ સિસ્ટમ સામે લડતી વખતે કોસ્ટાઓને જે મુશ્કેલીઓનો મળી તે જ
ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે 26 વર્ષ પુરા કર્યા છે, શું કહેશો?
કોસ્ટાઓ એ એક અભિનેતા તરીકે મારી 26 વર્ષની ફિલ્મોગ્રાફીમાં ઉમેરો કર્યો છે. જેમ જેમ હું આ ઈન્ડસ્ટ્રીમાં વિતેલા વર્ષોને યાદ કરું છું, તેમ તેમ ખૂશ થતો જાઉં છું, હું જેટલો વધારે એક્ટિંગ કરું છું, તેટલો જ મને અભિનય વિશે વિચારવાનો ડર પણ લાગે છે કારણ કે આમા કામ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે. મને ખ્યાલ છે કે હજુ પણ ઘણું બધું શોધવાનું બાકી છે. એક દ્રશ્ય ભજવવાની 1,000 રીતો હોઈ શકે છે અને તે શક્યતાઓને ઉજાગર કરવાની સફર જ મને ખૂશી આપે છે.
ગયા મહિને, ચંદીગઢ ફિલ્મ ફેસ્ટિવલમાં, સિદ્દીકીએ વાત કરી હતી કે કેવી રીતે ‘અલગ દેખાવ’ને કારણે કામ નહતું મળતું તેમના NSD ના બેચમેટ, ગીતકાર સ્વાનંદ કિરકિરેએ પણ એક ઈન્ટર્વ્યૂમાં આનો ઉલ્લેખ કર્યો હતો કે ઈન્ડસ્ટ્રી નવાઝ પ્રત્યે કેટલી ક્રૂર હતી કારણ કે તેઓ હીરોની વ્યાખ્યામાં બંધબેસતા ન હતા. તો નવાઝ ‘‘ગુડ લૂક્સ વાળા એક્ટર’’ સિવયના કલાકારને મોટા પોજેકટ્સ નથી મળતા, એ બાબત વિશે શું કહેશે?
હમ્મ… અને આ ઇન્ડસ્ટ્રી જેમને મોટા પ્રોજેક્ટ્સ આપી રહ્યા છે, તેનું શું થઇ રહ્યું છે? આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ નવા કલાકારો સાથે આવતી ફિલ્મોની શી હાલત થઈ રહી છે, સમસ્યા જ આ છે, ભલે તે ઇરફાન ભાઈ હોય, કે મનોજ, નસીરુદ્દીન સા’બ હોય કે ઓમ પુરીજી, શું કોઈએ ક્યારેય તેમની સાથે 20-30 કરોડ રૂપિયાની ફિલ્મ બનાવી છે? આજે, તમે તેમના વખાણ કરો છો અને તેમને ગ્રેટ એક્ટર કહો છો, પરંતુ કોઈએ ક્યારેય તેમની સાથે મોટી ફિલ્મ બનાવી નથી.
અને આવું ફક્ત અહીંયા જ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, તેઓ કલાકારોમાં આવા ભેદ નથી પાડતા. તેઓ ફક્ત એક સારા અભિનેતાને કાસ્ટ કરે છે.
અહીં, આપણી પાસે એક્ટર, હીરો, સ્ટાર, સુપરસ્ટાર જેવા અલગ અલગ ચોખટા છે. આપણી વચ્ચે ઘણા બધા સારા કલાકારો છે, તમે તેમને ફિલ્મો અથવા સિરીઝમાં નાનકડા રોલમાં જ જોશો. તેઓ કંઈ સ્પોર્ટીંગ એક્ટર નથી. છતાં કોઈએ તેમની સાથે ફિલ્મ બનાવવાનું વિચાર્યું નથી. અને કદાચ કોઈ ક્યારેય નહીં બનાવે. આપણે એક દિવસ ચાલ્યા જઈશું, પણ આ ચાલુ રહેશે. આને ખોટ જ ગણવી જોઈએ.
ગયા મહિને નવાઝનો, જયદીપ અને મનોજ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, શું ફેન્સને ગેંગ્સ ઓફ વાસેપુર-3 જોવા મળવાની છે?
હા, આ ફોટોથી એવી અટકળો શરૂ થઈ હતી છે કે ત્રીજો પાર્ટ બનવા જઈ રહ્યો છે. પણ હું અહીંયા એ ખુલાસો કરી દઉં કે ગેંગ્સ ઓફ વાસેપુર 3 નથી બની રહી.

અને ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પણ તેના પર કામ નથી કરવાનો કે ન તો હું તેમાં અભિનય કરવાનો. •