શિનોર :
ઉપરવાસમાં સતત વરસાદ પડતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતા તંત્ર દ્રારા નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડાતા વડોદરા વહીવટી તંત્ર દ્વારા શિનોરના ૧૧ ગામને એલર્ટ કરાયા છે.

શિનોરમાં નર્મદા નદીનો ગોલવાડ ઘાટ, બુસાફળિયાના ઘાટે નર્મદાના પાણીના સ્તર પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. શિનોર ના માલસર – અસા બ્રિઝ પરથી નર્મદા નદીના પાણીના પ્રવાહના સ્તરમાં વિશાળ માત્રામાં વધારો જોવા મળ્યો છે.

સવારે ૧૦ વાગે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૧.૮૫ મીટર ખુલ્લા મૂકી અંદાજિત ૨.૯૫ લાખ ક્યુસેક પાણી વહેતુ થતા નર્મદા નદીના પ્રવાહમાં વધારો થયો હતો. તેથી શિનોર તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા ન પ્રભાવિત થતા ૧૧ ગામો ને તંત્ર દ્રારા એલર્ટ કરાયા હતા. જેમાં શિનોર, માલસર, સુરાશામળ, માંડવા, બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા,અંબાલી, દરિયાપુરા, દિવેરનો સમાવેશ થાય છે.ન
સરદાર સરોવર તંત્રની સૂચના અનુસાર નર્મદા નદીમા ૩.૪૫ લાખ ક્યુસેક સુધી પાણી વહેતુ થશે. તેથી શિનોર તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.