Madhya Gujarat

નર્મદામાં 2 આદિવાસી યુવકના મોતનો મામલો ઘેરો બન્યો…


MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ ઢોર માર માર્યો હતો.

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા SP પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરશું.

Most Popular

To Top