*
દરવર્ષે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર વદ અમાસ સુધી એક માસ દરમિયાન નર્મદા ઉતરવાહી પરિક્રમા યોજાતી હોય છે જેમાં દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ આ નર્મદા ઉતરવાહી પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. ચાલુ વર્ષે પણ ચૈત્ર સુદ એકમથી નર્મદા ઉતરવાહી પરિક્રમા શરૂ થઇ હતી અને આ પરિક્રમા હવે અડધા થી ઉપર થઇ ગઇ છે આ વર્ષે પ્રશાસન દ્વારા શ્રધ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખીને ઠેરઠેર મંડપ, ચ્હા નાસ્તા, છાસ, મેડિકલ સુવિધાઓ તથા સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરરોજના હજારો શ્રધ્ધાળુઓ નર્મદા ઉતરવાહી પરિક્રમા કરી રહ્યાં છે પરંતુ આજે અચાનક પ્રશાસન દ્વારા ઉતરવાહી પરિક્રમા બંધ કરવાનું નક્કી કરી મેસેજ મોડા મળતા પરિક્રમા વાસીઓ અટવાયા હતાં અને એક તબક્કે પોલીસ અને પ્રસાશન સામે શ્રધ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો હતો. સાથે જ પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ જોવા મળ્યાં હતાં. શ્રધ્ધાળુઓમાં મહિલાઓ, પુરુષો, ઉમરવાળા સિનિયરો, બાળકો પણ અટવાયા હતા જે અંગેની વાત ફેલાતાં પરિજનો પણ ચિંતિત બન્યા હતા.
નર્મદાની ઉતરવાહીની પરિક્રમા બંધ હોવાનો મેસેજ મોડો મળતાં હજારો શ્રધ્ધાળુઓ અટવાયા*
By
Posted on