હાલોલ.
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલ તાલુકાના ઊંડાણ વાળા વિસ્તારમાં બાપોટીયા ગામ ખાતે સ્વદેશી અપનાવો અને સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં બાપોટીયા ગામ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, પંચમહાલ જિલ્લાના નરેન્દ્ર મોદી વિચાર મંચના હાલોલ, કાલોલ,ઘોઘંબાના પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર રહ્યા હતા.

માનવ અધિકાર સેલના સભ્ય નીલીમાબેન ત્રિવેદી, આશ્રમશાળા અને પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક ગણ બેનો અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમાં મોદીજીના વિવિધ અભિયાનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા ઉત્તમ સેવાઓ આપવા બદલ મહિલા પ્રમુખ તથા સર્વે મહાનુભાવોનું પુષ્પકુંજ અને સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વદેશી અપનાવો અને સંસ્કૃતિ બચાવો ના મુખ્ય ઉદ્દેશથી નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સર્વને મોદીજીના વિચારોની ઊંડાણપૂર્વક સચોટ માહિતી પૂરી પાડી હતી.