Charchapatra

નદી-નાળાંઓના થઈ ગયેલા છીંછરા પટમાંથી ગાંડા બાવળોનાં જંગલો દૂર કરાવો

આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ,  વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને રણપ્રદેશ તથા સમુદ્રમાં પહોંચી જતા હોય છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી નદીઓમાં યેન કેન પ્રકારે પુરાણ થતું હોવાથી અને જળમાર્ગોની પાણીની વહનક્ષમતા ઘટતી જાય છે. તાપી નદીને જ જુઓને! એ કેટલી પુરાઈ ગયેલી જોઇ શકાય છે. આમ રાજયની બધી જ નદીઓમાં રેત-માટીના પુરાણને કારણે નદીઓની ઊંડાઈ ઘટી ગઇ છે અને એ બધી છીછરી બની ગઇ છે. પરિણામે વરસાદનાં પાણી ઉભરાય છે અને આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ જતાં હોય છે. જેથી શહેરો તથા ગામડાંઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આવાં નદીઓ,  વાંકળા વગેરે, પાણીનું સરળતાથી વહન કરતા કુદરતી માર્ગોમાં સૌથી વધારે અવરોધ ઊભો થતો હોય તો તે હડકાયા ઉર્ફે ગાંડા ઉર્ફે વિલાયતી બાવળ દ્વારા થાય છે. આ ગાંડો બાવળ નદી નાળાંઓના પટમાં જંગલની જેમ ઊગી ગયો છે.

સરકાર, રાજયમાં નદી-નાળાંના ચોમાસામાં ઉભરાતાં પૂરનાં પાણીને રોકવા માટે ફલડ પ્લેન ઝોન એકર બનાવવા માંગે છે. આ પ્લેન એકર ત્યારે સફળ થશે, જયારે નદીઓના પટમાં ગાંડા બાવળોનાં જંગલોનો સંપૂર્ણપણે કશાક કેમિકલના છંટકાવ દ્વારા નાશ કરવામાં આવે. એ જ રીતે સરકારની માલિકીની નદીઓના પટને ખેતરો બનાવી દેનાર, બિનઅધિકૃત ખેડૂતોને ત્યાંથી હટાવવામાં આવે. ત્યાર બાદ નદીઓના પટને મશીનો વડે ખોદીને ઊંડા બનાવવામાં આવે, પરિણામે વરસાદી પાણીની વહનક્ષમતા વધશે અને પૂરના ભયને ટાળી શકાશે. સુરત     -બાબુભાઈ નાઈ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top