Dakshin Gujarat

નદી કિનારે ડુંગરની તળેટીનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું ગામ એટલે વલસાડનું પારનેરા

એક સમયના રામનગર જે પછી ધરમપુર સ્ટેટ બન્યું તે અંતર્ગત આવતું પારનેરા ગામ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં આવેલા ડુંગર પર પારનેરાનો કિલ્લો તેની ઐતિહાસિક મહત્ત્વની આજે પણ ઝાંખી કરાવે છે. આ પાર નદીના કિનારે અને પારનેરા ડુંગરની તળેટીનું આ ગામ વલસાડ તાલુકાનું સૌથી મોટું ગામ પણ કહી શકાય. આ ગામ આમ તો શહેરથી માત્ર 2 કિમી દૂર છે અને ગામની વચ્ચેથી હાઇવે પણ પસાર થાય છે, તેમ છતાં અહીં શહેરીકરણ જોઇએ એટલા પ્રમાણમાં થયું નથી. પારનેરા ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર હોટેલો અને એપાર્ટમેન્ટ આવતાં થોડું શહેરીકરણ થયું છે, પરંતુ આખું ગામ આજે પણ અદ્દલ ગામડાંની અનુભૂતિ કરાવી રહ્યું છે. પારનેરાનું આ ગામ આમ તો કોળી પટેલ સમાજના લોકોનું ગામ મનાય છે. પરંતુ અહીં આદિવાસીઓની વસતી પણ નોંધપાત્ર છે. આ સિવાય અહીં અન્ય સમાજો સાથે મુસ્લિમોની પણ નોંધપાત્ર વસતી છે. આ ગામના લોકોનો પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં ડાંગરની ખેતી થાય છે. સાથે કેટલીક આંબાવાડી પણ છે, પરંતુ હવે ધીમે ધીમે ગામનું શહેરીકરણ થઇ રહ્યું છે. અહીં પારંપરિક ગામડાંનાં ઘરો સાથે હવે અત્યાધુનિક સોસાયટીઓ પણ વિકસી રહી છે. સાથે સાથે ગામના લોકોએ પણ વિકાસ કર્યો છે. આજે અહીંથી પસાર થતા સ્ટેટ હાઇવેના કારણે અહીં ઓટો મોબાઇલ, ફર્નિચર તેમજ ઉદ્યોગ અને વ્યાપાર વિસ્તર્યો છે. આ સિવાય હાઇવે નં.48 પસાર થતાં હાઇવે ટચ અનેક હોટેલો પણ ધમધમી રહી છે. તેમજ હાઇવે પર જૂની કાર ખરીદ અને વેચાણનો વેપાર સહિતના અનેક વેપાર ધંધા વિકસ્યા છે. ગામમાં ટ્રાન્સપોર્ટની વ્યાપક સુવિધા, હોટેલ ઉદ્યોગ તેમજ પેટ્રોલ પંપના કારણે આખું ગામ સમૃદ્ધ બન્યું છે. ગામમાં અનેક શિક્ષિત લોકો પણ છે. જેઓ ગામના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. અહીં નવી નવી સોસાયટીઓ બનતા હવે શહેરના લોકો અને અન્ય જિલ્લા કે ગામમાંથી આવતા લોકો પણ ગામમાં આવીને વસી રહ્યા છે. જેના કારણે ગામનું વિસ્તરણ થઇ રહ્યું છે.

આ સમસ્યાનો ઉકેલ જરૂરી : ગામમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણમાં નથી
વલસાડનું પારનેરા ગામ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આ ગામ વલસાડ શહેરનું પ્રવેશદ્વાર સમું છે. ત્યારે આખા ગામમાં સુરક્ષાની દૃષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જરૂરી છે. અહીંથી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પણ જતો છે, પરંતુ આખા ગામમાં સીસીટીવી કેમેરા નથી. ત્યારે પંચાયત દ્વારા આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. જેના માટે નજીકની ઔદ્યોગિક વસાહત અતુલનો પણ સહકાર મંગાઇ રહ્યો છે.
પારનેરામાં ઝૂંપડાંથી લઈ બંગલાઓની સોસાયટી છે
વલસાડના પારનેરા ગામમાં પારંપારિક ગ્રામ્ય વિસ્તારના ઘર તો જોવા મળે જ છે, પરંતુ સાથે સાથે હવે તેના વિકાસ સાથે અનેક મોટા મોટા બંગલાઓની સોસાયટી પણ જોવા મળી રહી છે. અહીં અનેક અત્યાધુનિક સોસાયટીઓ પણ આવી ગઇ છે. જેના કારણે હવે વલસાડના અનેક લોકો પારનેરા ગામ તરફ રહેવા માટે પ્રેરાઇ રહ્યા છે.
ગામમાં પાણી પહોંચાડવું એ મુખ્ય ધ્યેય છે: સરપંચ
સરકારની વિવિધ યોજના થકી ગામમાં પાણીની સમસ્યા હલ થાય એ માટે પ્રયાસ કરી રહ્યો છે. આજે પણ અનેક ઘરો સુધી નલ સે જલની યોજના પહોંચી શકી નથી. જો કે, આગામી ટૂંક સમયમાં ઘરે ઘરે પાણી પહોંચે એવું આયોજન થઇ રહ્યું હોવાનું સરપંચ ભરત પટેલે જણાવ્યું હતું.
પારનેરા ગામમાં નહીં, પરંતુ નજીકના
ગામમાં અનેક હોસ્પિટલ

વલસાડના પારનેરા ગામે સરકારી પ્રાથમિક સારવાર કેન્દ્ર છે, પરંતુ ગામમાં કોઇ મોટી હોસ્પિટલ નથી. ગામના લોકો મહત્તમ વલસાડ શહેરની હોસ્પિટલ અને નજીકના પારનેરા-પારડી ગામની હાઇવે પર આવેલી હિલ ફસ્ટ હોસ્પિટલ પર આધાર રાખે છે. આ સિવાય વર્ષોથી અહીં સરકારી વેટરનરી હોસ્પિટલ પણ કાર્યરત છે. જેને લઇ ગામના પશુપાલન કરનારાઓને તેમના પશુઓની સારવારની સુગમતા રહે છે.
આ સમસ્યાનો ઉકેલ જરૂરી : ગામમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણમાં નથી
વલસાડનું પારનેરા ગામ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આ ગામ વલસાડ શહેરનું પ્રવેશદ્વાર સમું છે. ત્યારે આખા ગામમાં સુરક્ષાની દૃષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જરૂરી છે. અહીંથી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પણ જતો છે, પરંતુ આખા ગામમાં સીસીટીવી કેમેરા નથી. ત્યારે પંચાયત દ્વારા આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. જેના માટે નજીકની ઔદ્યોગિક વસાહત અતુલનો પણ સહકાર મંગાઇ રહ્યો છે.
પારનેરામાં ઝૂંપડાંથી લઈ બંગલાઓની સોસાયટી છે
વલસાડના પારનેરા ગામમાં પારંપારિક ગ્રામ્ય વિસ્તારના ઘર તો જોવા મળે જ છે, પરંતુ સાથે સાથે હવે તેના વિકાસ સાથે અનેક મોટા મોટા બંગલાઓની સોસાયટી પણ જોવા મળી રહી છે. અહીં અનેક અત્યાધુનિક સોસાયટીઓ પણ આવી ગઇ છે. જેના કારણે હવે વલસાડના અનેક લોકો પારનેરા ગામ તરફ રહેવા માટે પ્રેરાઇ રહ્યા છે.
નલ સે જલની યોજના પૂર્ણ થાય એ જરૂરી
પારનેરા ગામમાં નલ સે જલ યોજના સંપૂર્ણ પૂરી થઇ શકી નથી. પાણીના સપ્લાયના અભાવે આજે પણ અનેક ઘરો પાણી માટે વલખા મારે છે. ગામમાં રાબડા જૂથનું પાણી આવે છે, પરંતુ તે આખા ગામ માટે ચાલી શકતું નથી. જેના માટે અનેક લોકો ભૂગર્ભ જળ પર જ આધાર રાખે છે. ગામમાં પાણી પહોંચાડવા 5 જેટલી ટાંકીઓ છે, પરંતુ આ ટાંકીમાં પણ ભૂગર્ભ જળનું પાણી પાડવામાં આવે છે. જે પાઇપ મારફતે લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે.
પારનેરા ગામમાં નહીં, પરંતુ નજીકના ગામમાં અનેક હોસ્પિટલ
વલસાડના પારનેરા ગામે સરકારી પ્રાથમિક સારવાર કેન્દ્ર છે, પરંતુ ગામમાં કોઇ મોટી હોસ્પિટલ નથી. ગામના લોકો મહત્તમ વલસાડ શહેરની હોસ્પિટલ અને નજીકના પારનેરા-પારડી ગામની હાઇવે પર આવેલી હિલ ફસ્ટ હોસ્પિટલ પર આધાર રાખે છે. આ સિવાય વર્ષોથી અહીં સરકારી વેટરનરી હોસ્પિટલ પણ કાર્યરત છે. જેને લઇ ગામના પશુપાલન કરનારાઓને તેમના પશુઓની સારવારની સુગમતા રહે છે.
ડુંગર પરથી શિવાજીએ ઘોડો કુદાવ્યો હોવાની લોકવાયકા
પારનેરા ડુંગર પરથી છત્રપતિ મહારાજ શિવાજીએ ઘોડો કુદાવ્યો હોવાની એક લોકવાયકા છે. સુરતથી તેઓ પરત ફરતા સમયે પારનેરા ડુંગર પર રોકાતા હતા. એ સમયે તેમના પર હુમલો થયો હતો. એ સમયે તેમણે અહીંની એક બારીમાંથી પોતાનો ઘોડો કુદાવ્યો હતો, જેમાં તેમનો જીવ બચી ગયો હતો. આ બારી આજે પણ પારનેરા પર જોવા મળે છે. જેને નાઠાબારી તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ પ્રવાસીઓ શિવાજીની નાઠાબારી સાથે ફોટો પડાવવાનું ચૂકતા નથી.

Most Popular

To Top