Nadiad

નડિયાદ મહાનગરપાલિકાની બહારની 4 દુકાનો તોડવાનું શરૂ કરાયુ

મનપાની ટીમે નોટિસ આપી દુકાનો ખાલી કરાવ્યા બાદ આજે દબાણ વિભાગની ટીમે તોડવાનું શરૂ કર્યુ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.15
નડિયાદ મહાનગરપાલિકાની દબાણ ટીમે આજે મનપા સંકુલના મુખ્ય ગેટની પાસે આવેલી 4 દુકાનો તોડવાનું શરૂ કર્યુ છે. મનપા દ્વારા નોટીસો આપવામાં આવ્યા બાદ હવે દુકાનો ખાલી કરાવીને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ શહેરમાં હવે મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપરાંત જૂના અને જર્જરીત બનેલા બાંધકામો તોડવાની કામગીરીની શરૂઆત કરાઈ હતી. આ દુકાનો 1990 બાદ બનાવવામાં આી હતી. વર્ષો જૂની દુકાનો તે સમયે પૂર્વ પ્રમુખ કુમાર મેઘરાજના સમયે બનાવાઈ હતી. જે હાલ જર્જરીત હોય અને મનપાની બહાર જ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હોવાથી હવે તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. આજે દબાણ વિભાગની ટીમ જેસીબી સહિતની મશીનરી સાથે પહોંચી હતી, જ્યાં આ દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.

Most Popular

To Top