Charotar

નડિયાદમાં ગટર પ્રશ્ને ત્રણ સોસાયટીના રહિશો નિર્ણય પર અડગ

રહીશો એકના બે ન થતાં તંત્રને જાતે મતદાન બહિષ્કારનુ બેનર ઉતાર્યું

નડિયાદના ડભાણ રોડ પર કલેક્ટર કચેરી સામે જ આવેલી ત્રણ સોસાયટીના રહિશો ગટર પ્રશ્ને લડતના મૂડમાં છે. તેઓએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. જોકે, આ સોસાયટી યોગીનગર ગ્રામ પંચાયતમાં આવે છે અને પ્રશ્ન હલ કરવા પ્રયાસ ચાલુ છે. બીજી તરફ અધિકારીઓએ સોસાયટીના રહિશો સાથે બેઠક યોજી હતી. પરંતુ તેમાં કોઇ આખરની નિર્ણય આવ્યો નહતો.

નડિયાદના યોગીનગરની ત્રણ સોસાયટીના ગટરનો પ્રશ્ન તંત્રના તમામ પ્રયત્નો છતાં નિષ્ફળ નીવડ્યા હતા. જોકે એ બાદ બહિષ્કારના બેનર ઉતારવા સમયે વિરોધ થાય તો કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસને પણ બોલાવામાં આવી હતી. સ્થાનિકો ન સમજતા અને કાયમી ધોરણે આ સમસ્યાના નિરાકરણ કરવાની જીદ હોય છેવટે તંત્ર દ્વારા આ મતદાન બહિષ્કારના બેનરને મોડી સાંજે ઉતારી દીધું હતું. પરંતુ સ્થાનિકોની લડત હજુ પણ યથાવત રહી છે.મોડી રાત્રે આ ત્રણેય સોસાયટીના રહીશોએ મીટીગ કરી હતી. જેમાં મતદાન બહિષ્કારનો નિર્ણયને યથાવત રાખ્યો છે.

આ સોસાયટીના રહીશ નીલેશભાઈએ જણાવ્યું કે, આ ત્રણેય સોસાયટીમાં થઈને અંદાજીત 200 મતદારો ભાઈ-બહેનો છે. જે તમામ લોકો લોકસભાની ચૂંટણીના મતદાનનો સંપૂર્ણ પણે બહિષ્કાર કર્યો છે અને આ નિર્ણય સોસાયટીની મીટીંગમાં લેવાયો છે. હાલ પુરતો નહીં પણ કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી અમારી માંગણી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ગતરોજ અધિકારીઓ સ્થળ તપાસ કરવા આવ્યા હતા અને લેવલીંગનો પ્રશ્ન મુખ્ય બન્યો હતો. પરંતુ વર્ષ 2012-13ના સમયે અમારી આ સોસાયટીઓ બની ત્યારે રોડના લેવલીંગથી હતી પરંતુ આગળનો ડભાણ તરફનો મુખ્ય રોડ પર થર આવતા અમારી સોસાયટી નીચાણ ભાગમાં આવી છે. જેથી હાલ આ પ્રશ્ન સર્જાયો છે. વધુમાં જે તે સમયે આ રોડ પર રહેણાંક વિસ્તારો પણ નહોતા હવે વિકાસ થઈ રહ્યો છે.

અમારી માંગણી છે કે, હાલ મુખ્ય ચોક અપ થયેલી આ ઓછા ડાયામીટર વાળી પાઈપ લાઈનને બદલી મોટી બ્રોડ ડાયામીટર વાળી પાઈપ લાઈન નાખવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવે એમ છે. ધારાસભ્ય તેમજ તંત્ર આ દીશામાં રસ પૂર્વક કામ કરે અને ધારાસભ્યની કે સાંસદની ગ્રાન્ટમાથી આ કામ કરવામાં આવે તો‌ ઉકેલ આવે એમ છે.

Most Popular

To Top