નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને ઉમરગામમાં રહેતા સાસરિયાઓએ દહેજની માંગણી કરીને, પરેશાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. નડિયાદમાં રહેતા તેજલબેનના લગ્ન ૨૦૧૯ માં ઉમરગામમાં રહેતા રાકેશ મફતભાઇ તળપદા સાથે થયા હતા. સાસરીયાઓ દ્વારા ખાવાનું બનાવવાને લઇને તેજલબેન સાથે તકરાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાકેશ બગીનો વ્યવસાય કરતો હોવાથી બગી અને ઘોડા લાવી આપવા માટે રૂ. ૧૦ લાખના દહેજની માંગણી કરતાં હતા. જેથી તેજલબેને પિતા પાસેથી આટલાં પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતાં સાસરીયાઓએ તેજલબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેજલબેને પિતાને જાણ કરતાં તેઓ ઉમરગામ દોડી આવ્યા હતા અને સમાધાનનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાસરીયાઓ ન માનતાં અંતે તેજલબેનને લઇને તેઓ ઘરે આવ્યા હતા. જોકે, સાસરિયાઓ તેજલબેનને રાખવા તૈયાર ન થતાં અંતે આ મામલે તેજલબેને રાકેશ તળપદા, જશોદાબેન મફતભાઇ તળપદા, કોમલ નિમેષભાઇ વાઘેલા, નિમેષ સુરેશભાઇ વાઘેલા તથા રમણ મંગળભાઇ લાખાણી સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
નડિયાદની પરિણીતાને પિયરથી રૂ. 10 લાખ લાવવા ત્રાસ આપ્યો
By
Posted on