Charotar

નડિયાદના પીજ ભાગોળમાં ઓવર હિટિંગને કારણે ડીપીમાં આગ



આગ ઝરતી ગરમીના કારણે ડીપીમાં આગ

નડિયાદમાં પીજ ભાગોળ વિસ્તારમાં ઓવર હિટીંગના કારણે ડીપીમાં આગ લાગતા અફડાતફડી, ફાયરબ્રિગ્રેડના કર્મીઓએ આગ બૂઝાવી, MGVCLની બે ટીમો દોડી 20 મીનીટમાં જ વીજ પુરવઠો કાર્યરત કર્યો


નડિયાદ: ખેડા જિલ્લામાં ગરમીનો પારો ઊંચે ચઢ્યો છે. તેવામાં ઓવર હિટીંગના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. નડિયાદમાં શુક્રવારની રાત્રે પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ વીજ ડીપીમા ઓવર હિટ થઈ જતા આગ લાગી હતી. જોકે બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગેડ અને MGVCLને થતા આ બંને ટીમો દોડી આવી હતી. ફાયરબ્રિગ્રેડના કર્મીઓએ આગ બૂઝાવી તો MGVCLની બે ટીમો દોડી 20 મીનીટમાં જ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો‌.


નડિયાદમાં પીજ ભાગોળ વિસ્તારમાં બહુચરાજી માતાના મંદિર પાસે આવેલ વીજ ડીપીમાં ગતરાત્રે આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે અહીંયા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ હોવાની જાણ બાબતે નડિયાદ ફાયરબ્રિગેડને કોલ મળતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી.

બીજી તરફ શહેરની MGVCLની ઈમરજન્સી ટીમ પણ દોડી આવી હતી. આગ કાબુમાં લુધા બાદ જે વાયર બળી ગયેલા તેને કટ કરી નવા વાયર નાંખી તુરંત વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરી દેવાયો હતો. વીજ વિભાગના જયદીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે, જેવી જાણ થતા બે સ્ટેન્ડ બાય રહેલી ઈમરજન્સી ટીમો બનાવ‌ સ્થળે દોડી ગઈ હતી. અને 20 મીનીટમાં જ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો‌. આગ લાગવા પાછળનુ કારણ આકરો તાપના કારણે ઓવર હિટીંગ થતાં આ આગ લાગી હોવાનું જણાવ્યું છે. જોકે આ વિસ્તારના નગરજનોને વધુ તાપમા ન શેકાવુ પડે તે માટે ગણતરીની મિનિટોમાં જ વિજ પુરવઠો પૂર્વવત કરાયો છે.

Most Popular

To Top