ગાંધીનગર : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષયની પરીક્ષાના ગુણ આવતીકાલ તારીખ 5મી ફેબ્રુઆરી 2026 થી શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાના રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આરી. વ્યાસે જણાવ્યું હતું કે, ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષય રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, અને જીવ વિજ્ઞાનની પરીક્ષાના ગુણ રાજ્યની તમામ શાળાઓ દ્વારા આવતીકાલ તારીખ 5 ફેબ્રુઆરી 2026 થી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે. પરીક્ષાર્થીના વિષય કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે વિજ્ઞાન પ્રવાહ ‘ક’ શાખાનો જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તેવી જ રીતે ધોરણ 10ની આંતરિક મૂલ્યાંકનના ગુણ શાળા કક્ષાએના વિષયની પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઈટ પરથી આવતીકાલ તારીખ 5 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ભરવાના રહેશે.