National

ધો.12ના ઓફલાઈન વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

વડોદરા: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ૧પમી જૂલાઇથી પ૦ ટકા ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને પગલે શાળાઓએ તૈયારી રાખી હતી. પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં વિદ્યાર્થીઓ આવતા શૈક્ષણિક કાર્ય શરૂ થયુ ન હતુ. શાળામાં સંચાલકો દ્વારા વિઘ્યાર્થીઓને વાલીઓના સંમતિપત્રક સાથે શાળાઓ આવવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ શિક્ષણ બોર્ડના નિર્ણય મુજબ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માનસિક રીતે પ્રત્યક્ષ શિક્ષણ માટે તૈયાર ન હોઇ શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. ઉપરાંત કેટલીક શાળાઓમાં ધોરણ.10 અને 12 ની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્રો હોવાથી પણ શાળામાં વિદ્યાર્થીઓના સુપરવિઝનમાં શિક્ષકો રોકાયેલા હોવાથી તેમજ શાળાઓ પણ પરીક્ષામાં રોકાયેલ હોવાની ધો.12 ના પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઇશ ક્યુ નથી. ધો.10 ની પરીક્ષામાં નવ જેટલી શાળાઓ તેમજ ધો.12 માં 1723 શાળાઓ વ્યસ્ત છે.

તેના પગલે પરીક્ષા ચાલી રહી છે તેના કારણે શૈક્ષણિક કાર્ય શરૂ શકે તેમ નથી. અને વિદ્યાર્થીઓને વાલીઓ પણ પણ શાળાઓમાંથી મળતી સૂચના અંગે સ્પષ્ટ ન હોઇ વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા અચકાય છે. જેને કારણે જે શાળાઓના ધો.12 ની પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાયુ છે. તેમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જણાઇ આવી હતી. તેથી શાળા સંચાલકો પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખીને શિક્ષણ આપી રહ્યા છે. ધો.10 અને 12 લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ ધો.12 ના પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થશે તેમ લાગી રહ્યુ છે.

Most Popular

To Top