ડભોઇ: ડભોઇ તાલુકાનું પવિત્ર યાત્રાધામ ચાણોદ કર્મકાંડ અને ધાર્મીક વિધિ વિધાન માટે જાણીતું છે. દેશભર માંથી શ્રધ્ધાળુઓ અહીંયા ધાર્મિક વિધિ અર્થે આવતા હોય છે. આજરોજ અમરેલીનો પરિવાર ધાર્મિક વિધિ અર્થે ચાણોદ આવ્યો હતો. દરમિયાન વિધિ બાદ નદીમાં સ્નાન કરતી વખતે પરિવારના 42 વર્ષીય યુવકનો પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.
વિજય રાઠોડ નામનો યુવક પગ લપસ્તા પાણી માં ગરકાવ થતા લાપતા બન્યો હતો.બનાવ ને પગલે પરિવાર દ્વારા બૂમાબમ કરતા આસપાસ થી લોકો મદદે દોડી આવ્યા હતા. પરંતુ ડુબનાર નો કોઈ પતો લાગ્યો ન હતો.જે બાદ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ચાણોદમાં નર્મદા નદી નું પાણી વહેતુ પાણી હોવાના કારણે લાપતા યુવક ને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.
પરિવાર ના સભ્ય પાણીમાં ગરકાવ થતા પરિવારજનો માં ભારે ગમગીની છવાયી હતી.અમરેલી થી યાત્રાધામ ચાંદોદ વિધિ માટે આવેલો યુવક ના ડૂબી જવાના બનાવ થી પરિવાર માં ભારે શોક જોવા મળ્યો હતો.સવારે બનેલા બનાવ માં બપોર સુધી શોધખોળ દરમિયાન ડૂબી જનાર યુવક નો કોઈ પતો લાગ્યો ન હતો.