Vadodara

ધામધુમપુર્વક ઉજવાયો પ્રમુખ સ્વામી મહારાજનો ૧૦૪ મો જન્મોત્સવ

નવખંડ ધરામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પહોચાડનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ આજથી ૧૦૪ વર્ષ પહેલા આજના દિવસે એટલે કે માગશર સુદ આઠમ વિક્રમ સંવત ૧૯૭૮ ના રોજ વડોદરા ની નૈઋત્ય દિશામાં આવેલ નાના એવા ચાણસદ ગામ માં થયો હતો.
આજે વહેલી સવારથી ભક્ત જનો વડોદરા થી પદયાત્રા કરી ચાણસદ આવ્યા હતા. બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના તબીબોની સાથે અન્ય કર્મચારી ગણ મળી ૧૦૪ લોકો પણ આ પદયાત્રા માં સહર્ષ જોડાયા હતા. પ્રાગટય સ્થાન માં અન્નકૂટ ના દર્શન કરી ભાવિકો પણ ભક્તિરસ માં તરબોળ થયા હતા.
આજે સંધ્યા સમયે ઉપસ્થિત પંદર હજારથી વધુ ભક્તજનો ની હાજરી માં ઉજવાયેલ આ ૧૦૪ માં પ્રાગટયોત્સવ માં સંસ્થા ના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ ના અંતેવાસી સેવક પૂજ્ય નારાયણ ચરણ સ્વામી તથા પ્રખ્યાત વક્તા પૂજ્ય ડો જ્ઞાન વત્સલ સ્વામીજી એ પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણાનુવાદ કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઊજવાનાર મહંત સ્વામી મહારાજ ના જન્મ જયંતી મહોત્સવ માં સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજ નો રાજીપો પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું.

Most Popular

To Top