દેશની વિરુધ્ધ ચળવળ કરનાર વ્યકિતઓ દેશદ્રોહી ગણાય. એને તો ઊગતા જ ડામવા જોઇએ. દેશના ગદ્દાર માણસોને લીધે મુસ્લીમોએ આઠસોથી નવસો વર્ષ ભારત પર રાજય કર્યું હતું. ત્યાર બાદ અંગ્રેજોએ દેશનાં ગદ્દાર લોકોને કારણે બસોથી અઢીસો વર્ષ ભારત પર રાજય કર્યું હતું. દેશના દગાબાજ ગદ્દાર માણસોને લીધે આતંકવાદીઓ આપણા સૈનિક થાણાંઓ પર હુમલો કરી ગયા હતા. દેશના રાજકર્તાઓ ખાલીસ્તાનીઓ સામે ઝૂકી જાય તો આવતી કાલે હૈદ્રાબાદ કે અન્ય રાજયવાળા પોતાના અલગ રાજ માટે માગણી કરશે. ગુજરાત પણ અલગ રાજની માગણી કરી શકે. જમ્મુ, કાશ્મીર, લડાખ અલગ દેશની માગણી કરશે તો એ ચલાવી લેવાશે ખરું? જો તેવું થાય તો સરદાર પટેલની ભારતને એક કરવાની મહેનત નકામી જાય. રાજકર્તાઓએ કડક હાથે કામ લેવું જોઇએ. કેનેડાના વડા પ્રધાન ખાલીસ્તાનીઓને તેમના મતો મેળવવા તેમનો ટેકો લેવા તેઓને પાછલે બારણેથી ઉશ્કેરતા હોય એવું લાગે છે. આપણા દેશે કેનેડા સાથેનો સંબંધ કાપી નાંખી તેને આકરો જવાબ આપવો જોઇએ.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મફત મેડીકલ શિબિરની ભીતરમાં
ઘણી બધી NGO હોસ્પિટલો, લેબોલેટરીઓ દ્વારા જાહેર મફત મેડીકલ ચેકઅપ શિબિરનું ભવ્ય આયોજન થાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો આ આશિર્વાદરૂપ શિબિર જણાયું પણ તેની ભીતરમાં નવા દર્દી બનાવી કે દર્દીઓને પોતાની હોસ્પિટલ લેબો. કે પોતાની અન્ આરોગ્ય સંસ્થા સુધી ખેચી લાવવા માટેનો જ પ્રયાસ હોય છે. મેડીકલ સેમિનારનો હેતુ પણ આજ હોય છે. વળી સિનિયર સીટીઝનની ઉંમર થતા શરીરમાં તકલીફ તો થવાની જ ને ! તેનો લાભ લાભાર્થીઓને મળવાને બદલે જે તે આરોગ્ય સંસ્થાઓ લે છે.
નીત નવા કોમ્પ્યુટરાઇઝ સાધનો દ્વારા નવા કે જૂના દર્દીઓને સમજાવી તેના સાધનો-વાપરવા કે પોતાના આરોગ્ય સંસ્થા સુધી લાવવા માટેની સાયલોકોજી અપનાવવામાં આવે છે. હવે મોટી હોસ્પિટલોમાં ડીસકાઉન્ટ પ્રથા અપનાવી છે, જે યોગ્ય લાગે છે. પણ મેડીકલ કેમ્પ દ્વારા થતા કૃત્ય સરાહનીય કે સેવાભાવ દેખાતો નથી. તે તેની વાસ્તવિકતા છે. NGO પણ આ બાબતે જાગૃત થાય અને કોઇ આરોગ્ય સંસ્થાનો હાથો બની લાગતા વળગતાને ધંધો મળે (સેવા નહીં) તેવા જાહેર કાર્યક્રમો કરવા ન જોઇએ.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.