ઉપરવાસમાં વરસાદને કારણે દેવ ડેમની સપાટી વધતા દરવાજા ખોલાશે
દેવ ડેમની સપાટી વધતાં, આજ તા.૨૪/૦૬/૨૦૨૫ના રોજ ૧૬:૦૦ કલાકે ૫૫૮૬ કયુસેક પાણી છોડવામાં આવનાર છે.
અત્રેના જીલ્લામાં વાઘોડીયા તાલુકાના દેવ નદી કિનારાના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા સૂચના મળેલ છે. જેથી નદીની આસપાસ અવરજવર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
નદીના નિચાણવાળા ગામોમાં એલર્ટ રહેવા તથા તકેદારીના પગલાં લેવા સંબંધિત તલાટીઓને સચેત રહેવા જિલ્લા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.