છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ સમાચાર મુજબ ફિલ્મ હીરો અમિતાભ બચ્ચન ૫૮ વર્ષની વયના હતા ત્યારે ૯૦ કરોડનું દેવું હતું. જ્યારે ૮૨ વર્ષની વયે ૩૫૦૦ કરોડની સંપત્તિ ધારણ કરે છે. મોટા ઉદ્યોગપતિઓએ બેંકમાંથી લોન મેળવી હપ્તા ભરપાઈ ન થવાના કારણે તેમનું ખાત્તું npa મા લઇ જવું પડ્યું નવાઈની વાત તો એ છે કે આ બધા વિદેશ ચાલ્યા ગયા અમિતાભ બચ્ચન પાસે કળા હોવાના કારણે તેઓ તેમાંથી કમાણી કરીને દેવું ભરપાઈ કરી શક્યા.
સામાન્ય માણસ દેવું કરીને કંઈ પણ કરે પરંતુ કઈ રીતે લોનના હપ્તા અને વ્યાજ ભરપાઈ કરી શકશે તેનું આયોજન હોવું જોઈએ નહિ તો આપઘાત કરવાનો સમય આવે લેણદારો બારણે ટકોરા મારતા ઊભા હોય ત્યારે શું સ્થિતિ થાય.પહેલાંના સમયમાં કહેવાતું કે કરજ કરીને પણ ખર્ચ કરવો એટલે કે છોકરા છોકરીનાં લગ્ન કરવાં, મકાન બાંધવું વગેરે પણ ત્યારે પરિસ્થિતિ જૂદી હતી અને હાલના સમયમાં….? એટલે બધાં જ motivation સ્પીકરો અમિતાભનો જ દાખલો આપે, તેઓ ભૂલી જાય છે કે અમિતાભ પાસે કળા હોવાના લીધે પૈસા કમાઈને દેવું ભરપાઈ કરી શક્યા. આનું અનુકરણ જો સામાન્ય માનવી કરવા જાય તો મરે નહિ તો બીમાર પડે. એનો અર્થ એવો પણ નથી કે સાહસ ન કરવુ પરંતુ આંધળું સાહસ ન કરવું જોઈએ.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સિનિયર સિટીઝનો માટે રેલવે કન્સેશન ક્યારે?
કોરોના અને લોકડાઉન વખતે સિનિયર સિટીઝન્સને અપાતું રેલવે કન્સેશન એકાએક બંધ કરી દેવાયું જે હજી સુધી પુન: સ્થાપિત થયું નથી. કોરોના-લોકડાઉનને વર્ષો વીતી ગયા તો પણ કલ્યાણ રાજ્યનો મુદ્રાલેખ ધરાવતી સરકારે વરિષ્ઠ નાગરિકોનો અપાતી આ સવલત ઝૂંટવી લીધી (કદાચ એટલે જ ચૂંટણીમાં કેટલીક બેઠકો પણ ઝૂંટવાઇ ગઇ) પહેલો પ્રશ્ન તો એ થાય કે આવી સવલત બંધ કરવા પાછળ કયુ લોજિક, કયુ રેશનલ હતું. લોકડાઉનની કરફ્યૂ જેવી સ્થિતિમાં વરિષ્ઠોના ધાડેધાડા રેલવે મુસાફરી કરવા જવાના હતા.
ઘરની બહાર નીકળવામા જોખમ હોય તો ભાગ્યે જ કોઇ રેલવે મુસાફરી કરે. આમ, પ્રવાસીઓ જ ના હોય ત્યાં સવલત બંધ કરવાનો કોઇ તર્ક નથી. આ બાબતે વારંવાર રજૂઆતો થઇ ચૂકી છે. વર્તમાનપત્રોએ વરિષ્ઠ નાગરિકોની બ્રીજ પકડી રજૂઆતો કરી છે છતાં વર્ષો પહેલાની ભૂલ સુધારાતી નથી એમાં સરકારને તો કશું ગુમાવવાનું નથી. (ઉલટું મેળવવાનું છે) પણ વરિષ્ઠોને ઘણું ગુમાવવાનું છે. છાશવારે વરિષ્ઠ નાગરિકોની ટેકેદાર હોવાનો દેખાડો કરતા સત્તાવાળાઓ હજી કેટલી બેઠકો પર પરાજ્ય અપાવશે તે તો આવનારો સમય જ રહેશે.
સુરત – વિજય શાસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.