Vadodara

દેવપ્રયાગ ખાતે નદીમાં લાપતા બનેલા વડોદરાના બિલ્ડરનો મૃતદેહ મળ્યો?



જ્યાં સમીર શાહે ગંગામાં ડૂબકી મારી હતી, ત્યાંથી 60 કિલોમીટર દૂર બીજા તટ પર એક બોડી મળી આવી

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સનસીટીના માલિક સમીર શાહ પરિવાર સાથે ઋષીકેશ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યે તેમના મિત્ર સાથે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો. લપસવાથી બચવા તેમણે સાંકળ પકડવાનો પ્રયત્ન કર્યો હોવા છતા પણ તેઓ ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. જ્યાંથી તેઓ તણાયા તેના 60 કિમી દૂરથી નદી કિનારે એક મૃતદેહ મળી આવ્યો છે. જે સમીર શાહનો હોવાનું માનવામાં આવે છે. પરિવારજનો તે સ્થાને જવા નીકળી ગયા છે.b
સમીર શાહ ગંગામાં ડૂબ્યાં બાદ મિત્ર દ્વારા સ્થાનિક તંત્રને બચાવ કામગીરી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પ્રથમ સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. બાદમાં બચાવ કામગીરી કરતી NDRF – SDRF ની ટીમો દ્વારા હેલીકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્ડર સમીર શાહ જે જગ્યાથી તણાયા હતા ત્યાંથી આગળના વિસ્તારમાં હેલીકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી હતી ત્યારે 11 કલાક બાદ બિલ્ડર સમીર શાહ જે જગ્યાથી તણાયા હતા ત્યાંથી 60 કિલોમીટર દૂર એક તટ ઉપર અજાણ્યા ઇસમની બોડી જણાતા બિલ્ડરના પરિવારને જાણ કરી હતી અને પરિવારે આપેલી માહિતી મુજબ બોડી જણાતા પરિવારના લોકો સ્થળ પર જવા રવાના થયા હતા. જ્યાં બોડી મળી છે ત્યાં પરિવાર પહોંચે અને ચોકસાઈ કરે કે આ બોડી બિલ્ડર સમીર શાહની છે ત્યારે ચોખવટ થાય તેમ છે હાલ પરિવારજનો બોડીની ઓળખ કરવા માટે સ્થળ પર જવા નીકળી ચૂક્યા છે.

Most Popular

To Top