કાલોલ: દેવપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવા ના પાડનાર પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે.
કાલોલ તાલુકાના ઝરડકા ગામે રહેતા રાયસિંગભાઈ નાનાભાઈ ચૌહાણે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ગામના પરેશકુમાર શાહની જમીન દેવપુરા ગામે આવેલી છે. તે જમીનમાં તેઓ ભાગે ખેતી કરે છે અને આ જમીનમાં તેઓએ બાજરી તથા સુંઢીયું કરેલું છે. આ જમીનમા ફરિયાદી બાજરી તેમજ સૂંઠિયાના પાકની જાળવણી સાચવણી કરતા હતા ત્યારે તેઓના ગામના કરણભાઈ નવઘણભાઈ ભરવાડ તેમજ લાખાભાઈ નવઘણભાઈ ભરવાડ તથા નાનુભાઈ નવઘણભાઈ ભરવાડ અને લાલભાઈ કાળુભાઈ ભરવાડ એમ ચાર ઈસમો તેમની ગાયો લઈને બાજરી સુતિયાના ખેતરમાં આવેલા અને ગાયો ચરાવવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ ખેતરમાં ગાયો નહીં ચરાવવા જણાવતા બાજરી અને સુંઢીયુંતો કાપી લીધું છે, ગાયો ચરાવવાની કેમ ના પાડે છે તેમ કઈ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કરણભાઈએ તેઓના હાથમાંની લાકડી ફરિયાદીના માથાના ભાગમાં મારતા ફરિયાદીએ બંને હાથ ઊંચા કરી લાકડી પકડવા જતા હાથમાં લાકડી વાગી હતી. ફરિયાદીએ ચારે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.