Dahod

દેવગઢ બારીયામાં એક ટાયરના શો રૂમમાં અગમ્ય કારણોસર આગ, સંપુર્ણ શો રૂમ ભસ્મીભૂત

દાહોદ :

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ટાયરના શો રૂમમાં અગમ્યકારણોસર આગ લાગતાં જાેતજાેતામાં સંપુર્ણ શો રૂમ આગની લપેટમાં આવી ગયો હતો. સદ્‌નસિબે આગમાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


દેવગઢ બારીઆ નગરમાં ધાનપુર રોડ ખાતે લક્ષ્મીનાયારણ નામની એમઆરએફના ટાયરના શો રૂમમાં આજરોજ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં જાેતજાેતામાં સંપુર્ણ શો રૂમ આગની લપેટમાં આવી ગયું હતું. આગની અગનજ્વાળાઓના ગોટેગોટા આકાશમાં પ્રસરી જવા પામ્યાં હતાં. આગની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા હતી. આ લાગેલ આગમાં સદ્‌નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આગ અંગેની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને થતાં ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સ્થાનિક લોકો અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ



દેવગઢ બારીઆના ધાનપુર રોડ પર ટાયરના શો રૂમમાં ભિષણ આગ લાગવાના બનાવમાં સ્થાનીક લોકો અને દાહોદ નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ભારે તું..તું.. મૈ..મૈ..ના દ્રશ્યો જાેવા મળ્યાં હતાં. સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, આગ લાગ્યાને તરતજ દેવગઢ બારીઆ નગરપાલિકાને જાણ કરી તાત્કાલિક ફાયર ફાઈટરના લાશ્કરોને પાણીના બંબા સાથે મોકલવા માટે જણાવ્યું હતું પરંતુ દેવગઢ બારીઆ નગરપાલિકા તંત્ર દ્વારા ફાયર ફાઈટરના લાશ્કરોને તાત્કાલિક ધોરણે પાણીના બંબા સાથે મોકલવામાં ન આવતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ અને આગમાં સંપુર્ણ શો રૂમમાં મુકેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. અવાર નવાર દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા આગ અંગેની કોઈ ગંભીરતા ન દાખવવાને કારણે આગમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. હર હંમેશ દેવગઢ બારીઆની આવી ઘોર બેદરકારીને કારણે લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.

————————————–

Most Popular

To Top