લોકસભાની ચૂંટણી સમયે કાળું નાણું તથા શરાબ, હથિયાર વિગેરે શહેરમાં ન પ્રવેશે તે માટે ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે ત્યારેશહેરના દુમાડ ચોકડી ખાતે પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.
લોકસભાની ચૂંટણી ને હવે થોડાંક દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી દરમિયાન ગેરરીતિ, હથિયારબંધી તથા શરાબ જેવી ગતિવિધિઓને રોકવા માટે ચૂંટણી પંચ તથા પોલીસ વિભાગના જાહેરનામા મુજબ શહેરના પ્રવેશમાર્ગો તથા શહેરમાં ઠેરઠેર પોલીસની વિવિધ ટીમો દ્વારા વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં પ્રવેશતા માર્ગ દુમાડ ચોકડી પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસની ટીમ દ્વારા વાહનોના ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યાં છે રાત્રે તથા મોડીરાત થી વહેલી સવાર સુધીના સમય દરમિયાન કોઇપણ પ્રકારના હથિયારો, શરાબ કે ગેરકાયદેસર નાણાંની હેરફેર ન થાય તે માટે પોલીસની ટીમ તથા મહિલા પોલીસ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
દુમાડ ચોકડી પર વડોદરા શહેરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકીંગ
By
Posted on