ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે પરંતુ યુરોપ અને અમેરિકામાં તે ભયાવહ રીતે ફેલાઇ રહ્યો છે. દુનિયાની વાત કરીએ તો આજે કોરોનાના કુલ 75,853 દર્દીઓ નવા પોઝિટિવ નોંધાયા છે જ્યારે દુનિયામાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9,72,303 છેય એક જ દિવસમાં નવા 4823 લોકોના મોતની સાથે દુનિયાનો કુલ મૃત્યુઆંક 50,322 પર પહોંચ્યો છે.જેના કારણે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ પર તેનો પ્રથમ ઠરાવ સર્વ સંમતિએ પસાર કર્યો હતો જેની ભારત અને અન્ય 187 દેશો દ્વારા સહ-પ્રાયોજિત કરાયો હતો. તેમાં ઘાતકી બીમારીને હરાવવા વૈશ્વિક સહકારને વધુ તીવ્ર બનાવવાની હાકલ કરાઈ હતી.‘કોરોના વાયરસ બીમારી 2019થી (કોવિડ-19) લડવા વૈશ્વિક એકતા’ શીર્ષકવાળો ઠરાવ પોતાના પ્રકારનો પ્રથમ છે જેને વૈશ્વિક સંસ્થાએ પસાર કર્યો હતો.વિશ્વભરમાં કોરોના વાયરસના દરદીઓની સંખ્યા 10 લાખને પાર જતી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કોરોના વાયરસ મહામારી પર ચર્ચા કરવાની બાકી છે.193 સભ્યોની સામાન્ય સભામાં ગુરુવારે પસાર કરાયેલા ઠરાવમાં કહેવાયું હતું કે આ મહામારીના કારણે માનવીય આરોગ્ય અને સુરક્ષા સામે ઉભા થયેલા જોખમ પર સામાન્ય સભાએ ગંભીર નોંધ લીધી હતી
દુનિયામાં કોરોનાના 75,853 નવા પોઝિટિવ
By
Posted on