Business

દુનિયાની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ કઈ?

આ ઇટાલિયન ફિલ્મ Ladri di biciclette જેને TheBicycle Thives તરીકે પણ ઓળખવામાં આવે છે. 1948ની ઇટાલિયન નિયોરિયલિસ્ટ ડ્રામા ફિલ્મ છે જેના ડિરેક્ટર વિટ્ટોરિયો ડી સિકા છે. ઇટાલિયન નિયોરિયલિઝમ, જેને ઇટાલિયન સિનેમાનો ગોલ્ડન ટાઈમ તરીકે ઓળખાય છે, તે એક રાષ્ટ્રીય ફિલ્મી ચળવળ હતી જેમાં ગરીબ અને મજૂર વર્ગની વાર્તાઓ દ્વારા દર્શાવવામાં આવી હતી. વિટ્ટોરિયો ડી સિકા એક ઇટાલિયન ફિલ્મ નિર્દેશક અને અભિનેતા હતા, જે નિયોરિયલિસ્ટ ચળવળમાં અગ્રણી હતા.
તેમણે દિગ્દર્શિત કરેલી ચાર ફિલ્મોએ એકેડેમી પુરસ્કારો જીત્યા: Sciuscia અનેThe Bicycle Thieves, જ્યારે Yesterday and Tomorrow અને II Giardinodei Finzi Contini શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ જીત્યો. The Bicycle Thieves એક અધિકૃત માસ્ટરપીસ તરીકે એટલી સારી રીતે જોડાયેલ છે કે તે ઘણા વર્ષો પછી પણ ફરી તેને જોવાની મજા પડે છે અને સમજાય છે કે તે હજી પણ સાંપ્રત છે, હજુ પણ તાજગી છે.
ગ્રેટ યુરોપિયન દિગ્દર્શકો સાથે સંકળાયેલા લેખક સીઝર ઝાવટ્ટિની દ્વારા લખવામાં આવી. તેમના જર્નલમાં લેખક ઝાવટ્ટિની લખે છે કે કેવી રીતે તેઓ અને ડી સિકાએ ફિલ્મના રિસર્ચ માટે વેશ્યાલયની મુલાકાત લીધી – અને પછીથી વાઈસ(માનસિક) વુમને ફિલ્મના એક પાત્રને પ્રેરણા આપી.

Most Popular

To Top