Vadodara

દીકરા વતી પિતાએ નાણા ચુકવવાની જવાબદારી લીધી પરંતુ ન ચુકવતા કોર્ટે ૩ મહિનાની કેદ અને બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો

જમાઈએ સસરા પાસેથી વ્યાપાર કરવાના ઈરાદાથી એક લાખ ઉપરાંતની રકમ લીધી : પતિ પત્ની વચ્ચે ન બનતા બન્નેએ છૂટાછેડા લીધા.

કોયલી વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીના લગ્ન ગોત્રી પરિવારના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ પતિએ પરણીતા પાસેથી વ્યાપાર કરવા માટે નાણાં લાવવાની માંગ કરી હતી. જેથી પરણીતાએ સંસાર ન બગડે તે હેતુથી પિતા પાસેથી ૧, ૨૦,૦૦૦ /- લઈને આપ્યા હતા. બાદમાં તે રકમ પરત ન આપતા તેઓએ લીગલ નોટીસ આપી હતી. બાદમાં પણ તે રકમ ન ભરતા આખરે દીકરા વતી જવાબદારી લેનારા પિતાને કોર્ટે ત્રણ માસની સજા અને બે લાખ ઉપરાંત નો દંડ ફટકાર્યો હતો.

ગત ૨૦૧૯માં કોયલી વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ગોત્રી વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ પતિએ પરણીતા પાસેથી વ્યાપાર કરવા માટે નાણાં લાવવાની માંગ કરી હતી. જેથી પરણીતાએ સંસાર ન બગડે તે હેતુથી પિતા પાસેથી ૧, ૨૦,૦૦૦ /- લઈને આપ્યા હતા. લગ્નના થોડા જ સમય બાદ બન્ને પતિ પત્ની વચ્ચે સબંધ સારા ન હોવાથી બન્નેએ પોતાની મરજી અનુસાર એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા. જોકે છુટાછેડા થયા હોવા છતાં પણ પતિ પરણીતાનું સ્ત્રીધન અને વેપારના નાણા આપતો ન હતો. જેથી આ બાબતે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેથી સ્ત્રીધન આપી દેવામાં આવ્યું હતું પરંતુ ૧,૨૦,૦૦૦/- આપ્યા ન હતા. જેથી પોલીસ મથકમાં આ નાણા ચુકવવા માટેની બાંહેધરી યુવકના પિતાએ લીધી હતી અને તે બાબતે લખાણ પણ આપ્યું હતું. જે મુજબ મુદ્દત આપવામાં આવી હતી. તે અનુસાર તેઓ દ્વારા ૭૫ હજારના બે ચેક આપ્યા હતા. પરંતુ બન્ને બાઉન્સ જતા આખરે પરણીતાએ સસરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જ્યાં તેઓએ કોર્ટમાં પણ મુદ્દત આપીને નાણા ભરવાની તૈયારી બતાવી હતી. તે છતાં પણ નાણા ન ભરતા આખરે વડોદરા કોર્ટે સસરા મુરલીધરન મેનોન વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ત્રણ મહિનાની સાદી કેદની સજા અને ૨, ૩૦,૦૦૦ રૂપિયા દંડ પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top