Vadodara

દિવાળી નિમિત્તે રંગોળી પ્રદર્શન માટે વિવેકાનંદ આર્ટ ગેલેરી 50 ટકા રાહતે અપાશે

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 13 કામોને મંજૂરી અપાઈ

સફાઈ વ્યવસ્થા માટે 20 નવા ટ્રેક્ટર ખરીદવાના નિર્ણયને લીલી ઝંડી

વડોદરા :;મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ માટેના 15 કરોડ રૂપિયાથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં કુલ 11 કામોની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ હતી, સાથે બે વધારાના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિએ તમામ 13 કામોને ચર્ચાને અંતે મંજૂરી આપી છે. વધારાના કામોમાં દીપાવલી પર્વને ધ્યાનમાં રાખીને ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીમાં દિવાળી નિમિત્તે રંગોળી પ્રદર્શન યોજવા માટે એક ખાનગી સંસ્થાને ગેલેરી 50 ટકા રાહત દરે ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ ઝોનમાં ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ વિભાગના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. પાલિકા દ્વારા 20 નવા ટ્રેક્ટર ખરીદવાના નિર્ણયને પણ લીલી ઝંડી આપવામાં આવી છે, જેથી પાલિકામાં નવા સમાયેલા વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરીમાં મદદ મળી શકે. બેઠક દરમિયાન મહિલા સ્થાયી સભ્યએ પાણી પુરવઠા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે પોતાના વિસ્તારમાં પાણીની તંગી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાજર અધિકારીઓએ પાણી પુરવઠાની સમસ્યા દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા આશ્વાસન આપ્યું હતું.

Most Popular

To Top