Gujarat

દિલ્હી બ્લાસ્ટ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરાયું

વડોદરા: દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ આતંકી ઘટના હોવાની શંકાના આધારે તપાસ શરૂ થઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.

ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાને સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top