દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાંથી વર્ષ ૨૦૨૩ના વર્ષમાં એક યુવક દ્વારા ૧૩ વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ ગયાના બનાવમાં આ કેસ લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા અપહરણ કરનાર આરોપી યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાની સાથે રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
ગત તા.૦૫.૦૧.૨૦૨૩ના રોજ સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષિય સગીરાને સીગવડ તાલુકામાં રહેતો સંજયભાઈ ગલાભાઈ નાયકે સગીરાને લગ્નની લાલચ આપી, પત્નિ તરીક રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયો હતો. આ મામલે સગીરાના વાલી વારસ દ્વારા જેતે સમયે પોલીસમાં ફરિયાદ પણ નોંધાંવી હતી ત્યારે આ કેસ લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં વકીલની દલિલો તેમજ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપી સંજયભાઈ ગલાભાઈ નાયકને ૨૦ વર્ષની સજાની સાથે સાથે રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો સાથેજ ભોગબનાર સગીરાને રૂા.૪ લાખ વળતર પેટે ચુકવવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
—————————————–
દાહોદ: લગ્નની લાલચે 13 વર્ષની સગીરાનું અપહરણ કરનારને 20 વર્ષની કેદ
By
Posted on