Dahod

દાહોદ નગરપાલિકાની સત્તાની સાઠમારીથી પ્રજા પરેશાન

નેતાઓ અંદરો અંદર ઝગડે છે તેમાં પ્રજાના કામો થતાં નથી

દાહોદ :

દાહોદ નગરપાલિકામાં સદસ્યોની નારાજગીને લઈને છેલ્લા કેટલાય સમયથી કોકડું ગુંચવાયેલું છે. આ વિવાદ કેમ ઉભો થયો કેમ સદસ્યો નારાજ છે એવુંતો શું કારણ છે કે એક સાથે તમામ સભ્યોમાં નારાજગીના સુર જોવા મળ્યા અને ગુટ પડી ગયા અને પ્રમુખ બદલવાની માંગ લઈને અમદાવાદ ગાંધીનગરના ચક્કર કાપવા પડી રહ્યા છે .શહેરમાં જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં પાલિકાનો પ્રમુખ નહિ બદલાય તો અવિશ્વાશ પ્રસ્તાવ લાવવો પડશે કાતો પછી 20 થી 21 જેટલા સદસ્યો રાજીનામુ આપવા માટે પણ તૈયાર છે. જિલ્લાના નેતાઓથી લઈને અમદાવાદ ગાંધીનગર કમલમ સુધી નારાજ સદસ્યો રજુઆતો કરવા માટે દોડી રહ્યા છે. પરંતુ આ વિવાદ ઉભો થવાનું મુખ્ય કારણ શું ? જેમાં અમને જાણવા મળ્યું છે કે પ્રમુખ દ્રારા તમામ સદસ્યોને સાથે લઈને ચાલવાનું હોય છે તે નથી થતું. પોતાની મનમાની થતી હોવાના આક્ષેપ લાગ્યા છે. તો બીજી વોર્ડના સદસ્યોના કામો ન થતા હોય તેને લઈને નારાજગી છે. જોકે દાહોદ શહેરની જનતા છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને ઝઝૂમી રહી છે. ક્યાંક રોડની સમસ્યાઓ છે તો ક્યાંક ગટરની સમસ્યાઓ છે. સૌથી મહત્વની જીવન જરૂરી પીવાના પાણીની સમસ્યાને લઈને ઝઝૂમી રહી છે. દાહોદ શહેરની જનતા અને કામોને લઈને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા નગરપાલિકામાં આ વર્તમાન બોડીને. પરંતુ જે કામો થવા જોઈએ તે કામો ન થતા હોવાને લઈને નારાજગીને લઈને બે ગુટ પાલિકામાં જોવા મળ્યા અને પ્રમુખ હટાવવાની માંગને લઈને 27 જેટલા નારાજ સદસ્યો એક જુટ થઈને પ્રમુખ હટાવવાની માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ પ્રમુખ દ્રારા તમામ વિકાસના કામો થતા હોવાની વાત કહેવામાં આવી હતી. ત્યારે જે સદસ્યો નારાજ છે તેઓ છેલ્લા કેટલાય સમયથી દર દર ભટકી રહ્યા છે રજુઆતો કરવા માટે. પરંતુ ભાજપ દ્રારા હજુ સુધી કોઈ નિરાકરણ લવાયું નથી. તેના કારણે પાલિકા સદસ્યો વગર સુની ભાસી રહી છે. શહેરીજનો પોતાની સમસ્યાઓ લઈને આવે તો કોની પાસે જાય? તેમના વિસ્તારના સદસ્યો ત્યાં હાજર જ નથી હોતા. કારણ કે તેઓ પોતે પોતાની રજુઆતો કરવા માટે છેક સુધીની દોટ લગાવીને બેઠા છે. ત્યારે શહેરીજનો દ્રારા માંગ કરવામાં આવી છે કે સદસ્યોની ચાલતી નારાજગી દૂર થવી જોઈએ. શહેરીજનોના કામો થવા જોઈએ ચોમાસાની ઋતુ બેસી ગઈ છે. વરસાદી પાણીથી નીપટવા માટેના આગોતરા આયોજનો થવા જોઈએ તે સાથે મળીને કરવા જોઈએ. જનતા એમપણ જણાવી રહી છે કે સદસ્યોની લડાઈ વચ્ચે જનતા પીસાઈ રહી છે. ભાજપ પાર્ટીદ્રારા આમનું વહેલી તકે નિરાકરણ લાવી જનતાના હિતમાં ફેસલો કરવો જોઈએ. જનતાનું હીત જળવાવવું જોઈએ તેવી માંગ જનતા કરી રહી છે. ત્યારે પાલિકામાં નારાજ સદસ્યોનું એવું કહેવું છે કે આ લડાઈ પ્રમુખની ખુરસી માટેની નથી. આ લડાઈ જનતાના હિતો માટેની છે. તો બીજી બાજુ પ્રમુખ તરફ દ્રારા વારંવાર જણાવવામાં આવ્યું છે કે વિકાસના કામો શહેરમાં પાલિકા દ્રારા કરવામાં આવી રહ્યા છે . જયારે બન્ને ગુટ પોતાના જવાબો રજુ કરી રહ્યા છે તો વિવાદ ઉભો કેમ થયો અને કયારે શાંત પડશે. આ પાલિકાનો વિવાદ હમણાં થોડા દિવસો અગાઉ કેટલાક સદસ્યો દાહોદ છોડી રાજસ્થાનમાં ગયા હતા ત્યારે તેઓનું કહેવું છે કે અમે વેકેશન મનાવવા માટે ગયા હતા અને ત્યાંથી ભક્તિ ગીત ઉપર ડાન્સ કરતો એક વિડિઓ વાયરલ થયો ત્યારે ભારે વિવાદ ઉભો થયો. તેમાં પણ પાલિકાના પુર્વ મહિલા પ્રમુખ દ્રારા સાયબર ક્રાઈમમાં વાયરલ વિડિઓ કરવાવાળા ઈસમ પર ગુનો નોંધાવાયો અને એક પછી પછી પાલિકાના સદસ્યો વિવાદોમાં સપડાઈ રહયા છે. સદસ્યોનો અંદરો અંદરનો ઉકળતો ચરુ હવે બહાર આવી રહ્યો છે જોકે જાણકારી અનુસાર જે સદસ્યો પ્રમુખ સામે સંતોષ દાખવવાની જગ્યાએ અસંતોષ દાખવી રહ્યા છે તેઓએ પોતાના કાઉન્સિલર પદેથી રાજીનામાંઓ આપવાની તૈયારી બતાવી દીધી છે. ત્યારે શું હવે પાલિકામાં પેટા ચૂંટણી યોજાશે ? કેમ કે 20 થી 24 જેટલા કાઉન્સિલરો રાજીનામાં આપી દેશે તો તે વોર્ડ વાઈઝના વિસ્તારોમાં ચોક્કસથી પેટા ચૂંટણી યોજાશે. હાલમાં પીસાતી જનતા ફરી નવા સદસ્યો ન ચૂંટાય ત્યાં સુધી પીસાતા રહેશે. જોકે હવે જોવું એ રહ્યું કે આ લડાઈમાં જીત કોની થાય છે. ભાજપે બે ગુટના તમામ સદસ્યોને સાંભળી લીધા છે. હવે ફેસલો લેવાનો આખરી નિર્ણય પ્રદેશમાંથી આવશે ત્યારે નિર્ણય શું હશે પ્રમુખ બદલાશે નવો પ્રમુખ આવશે કે પછી પ્રદેશમાંથી નારાજ સદસ્યોને મનાવી લેવાશે કે પછી રાજીનામાં પડશે ત્યારે પેટા ચૂંટણી માટેની નોબત આવીને ઉભી થશે તે તો આવનાર સમયમાં ખબર પડશે.

Most Popular

To Top