દાહોદ:
દાહોદનો બહુચર્ચિત એવા નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા શૈષવ પરીખને તેની સામેની બે પોલીસ ફરિયાદોમાંથી એક પોલીસ ફરિયાદમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજુર થતાં શૈષવ પરીખને એક કેસમાંથી મહદઅંશે રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ બીજા અન્ય કેસમાં જામીન ન મળતાં હાલ પણ તે જેલવાસ ભોગવશે. ત્યારે માસ્ટર માઈન્ડ ગણાતા શૈષવ પરીખના એક કેસમાં જામીન મંજુર થતાં દાહોદના ભુમાફિયાઓમાં એક પ્રકારનો સન્નાટો પણ જાેવા મળ્યો હતો.
દાહોદના નકલી બિન ખેતી પ્રકરણે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી મુક્યો છે. દાહોદ પોલીસ દ્વારા આ નકલી બિન ખેતી પ્રકરણમાં એકપછી એક પોલીસ ફરિયાદો નોંધી તેમજ કેટલાંક સરકારી બાબુઓની ફરિયાદોને આધારે પણ પોલીસે આ નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા એવા શૈષવ પરીખ સહિત ભુમાફિયાઓ, જમીન દલાલો, વચેટીયાઓ, વચેટીયાઓ, મિલ્કત ધારકો તેમજ સરકારી બાબુઓ સામે પોલીસમાં એક પછી એક ફરિયાદોમાં દાહોદ પોલીસ દ્વારા ઘણા આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં ત્યારે આ પૈકી હાલ પણ રામુ પંજાબી ફરાર છે અને કુત્બુદ્દીન રાવતને દેશની સર્વાેચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર મળ્યાં છે. પરંતુ દેશની સર્વાેચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કુત્બુદ્દીન રાવતને રાહતના સમાચાર મળ્યાં બાદ પણ કુત્બુદ્દીન રાવત ભારત આવશે કે કેમ તે મામલે પણ અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. આવા સમયે આ નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ ગણાતા એવા શૈષવ પરીખ સામે પોલીસમાં બે ફરિયાદો નોંધાંઈ હતી. શૈષવ પરીખ છેલ્લા ઘણા લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યો છે. આવા સમયે તેની સામેની બે પોલીસ ફરિયાદો પૈકી એક કેસમાં તેના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાં છે. ત્યારે અન્ય બીજા એક કેસમાં જામીન ન મળતાં હાલ પણ તે જેલવાસમાં રહેનાર છે. હાલ પણ આ નકલી બિન ખેતી પ્રકરણે દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી મુકી છે.
——————————————
