દાહોદ, તા.૨૨
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દાહોદ જિલ્લામા ઠેર ઠેર માર્ગો પર રામધૂન અને ભજન કિર્તન સાથે રામ ભક્તોએ પ્રભાત ફેરી અને શોભાયાત્રા કાઢી હતી. જિલ્લાના મંદિરોમાં મહાપ્રસાદી, ભંડારો અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. દાહોદ શહેરમાં આજે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર ઠક્કર ફળિયા થી નીકળીને બસ સ્ટેશન થઈ ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક, ચાર થાંભલા, માણેકચોક થઈ નગરપાલિકા ચોક ખાતે પહોંચી હતી, ડીજેના તાલ અને ગુલાલની છોડો વચ્ચે નીકળેલી શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ જણાવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો મહિલાઓ બાળકો વડીલો જોડાયા હતા યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય અને બનાવ ન બને તે માટે શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો યાત્રામાં વિવિધ વેદ ભૂસા જેમાં ખાસ કરીને હનુમાનજીની વેશભૂષા એ આકર્ષણ જણાવ્યું હતું. હનુમાનજી સાથે લોકોએ સેલ્ફી પડાવી હતી યાત્રામાં મહિલાઓએ ગરબા કરે ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર શહેર જય જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું દાહોદ શહેરમાં ઠેર ઠેર ભગવાન રંગની ધજાઓ એ આકર્ષણ જમાવ્યું હતું અયોધ્યામાં યોજાયેલ ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દાહોદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા શહેરના મંડાવર રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું સાથે જ ભગવાન શ્રીરામની વિશેષ આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદ શહેરના પ્રજાપતિ સમાજ આગેવાનો મહિલાઓ વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભોજન મહાપ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
દાહોદ જિલ્લો ભગવા રંગે રંગાયો
By
Posted on