Dahod

દાહોદ જિલ્લા પંચાયતના ફરિયાદીમાંથી આરોપી બનેલા મહેસુલ શાખાના નાયબ ચીટનીશ વિજય ડામોર દાહોદ સબ જેલ ના હવાલે !




દાહોદના નકલી બિન ખેતીના હુકમોના આધારે ખેતીની જમીનો બારોબાર બીન ખેતીમાં ફેરવી દઈને સરકારના કરોડો રૂપિયાના ચોરી પ્રકરણમાં શૈષવ આણી મંડળી ભુ-માફીયાઓ ના બહાર આવેલા રાજ્ય સરકારને પણ હચમચાવી મૂકે એવા ગોરખધંધાઓના સામ્રાજ્યમાં શૈષવ આણી મંડળીના નકલી બિન ખેતી ના હુકમો તૈયાર કરવામાં મદદગારી કરનાર દાહોદ જિલ્લા પંચાયત ભવન ના મહેસુલ શાખા ના નાયબ ચીટનીશ વિજય ડામોર ફરિયાદી માંથી ખુદ આરોપી બની ગયા હતા. દાહોદ ના ડી.વાય.એસ.પી.જે.પી ભંડારી ની 6 દિવસો ના પોલીસ રિમાન્ડ બાદ આરોપી નાયબ ચીટનીશ વિજય ડામોરને આજરોજ અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા વિજય ડામોર ને અદાલત ના આદેશ બાદ દાહોદ સબ જેલમાં રવાના કરાયા હતા. જો કે રાજ્ય સરકારને હચમચાવી દેનારા દાહોદ ના બહુચર્ચિત નકલી બિન ખેતીના હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાની ચોરી કરવાના શૈષવ આણી મંડળી ના કરતુતો સામે તપાસો વચ્ચે આજરોજ ગરબાડા સુધી પણ આ તપાસો નો રેલો પહોંચ્યો હોવાની ચર્ચાઓ તેજ બની હતી.

દાહોદના રેવન્યુ સર્વે નંબર 303 ,305 અને 306 ની ખેતીની જમીનોને દાહોદ જિલ્લા પંચાયત કચેરીના નકલી બિન ખેતીના હુકમના આધારે આ જમીનોને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરીને બિન ખેતીમાં ફેરવી દેવાના ચોકાવનારા કૌભાંડમાં જમીન માલિક ઝકરીયા ટેલર સાથે પ્રથમ દિવસે જ શહેરના નામાંકિત વગદાર બિલ્ડર શૈષવ પરીખ ની ધરપકડ કરવામાં આવી હતી. જો કે અન્ય જમીન સંબંધીત ગુનામાં પોલીસ રિમાન્ડનો સામનો કરી રહેલા શૈષવ પરીખ ની સદન પૂછપરછોના નકલી બિન ખેતીના હુકમો તૈયાર કરવામાં ખૂદ જિલ્લા પંચાયત કચેરીના અસલી કર્મચારી મહેસુલ શાખા ના ઇન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય રમસુભાઈ ડામોર ની સંડોવણીઓ નો પર્દાફાશ થતા વહીવટી મોરચે જબરજસ્ત ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

Most Popular

To Top