Zalod

દાહોદ આગ ઓલવવા જતું ફાયર ફાઈટર ઝાલોદ પાસે પલટી ગયું

દાહોદની આગમાં મદદ કરવા સંતરામપુરથી ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું

ઝાલોદ: ઝાલોદ સંતરામપુર રોડ ઉપર સંતરામપુર ફાયર બ્રિગેડનું ફાયર ફાઈટર એનટીપીસી લાગેલી આગમાં દાહોદ ફાયર બ્રિજની મદદે આવવા સંતરામપુરથી પાણી ભરીને નીકળ્યું હતું. રસ્તામાં ઝાલોદ નજીક કલજીની સરસવાણી ગામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફાયર ફાઈટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.



દાહોદ ના ભાટીવાડા નજીક NTPC કંપનીમાં સોલાર પેનલના જથ્થામાં આગ લાગી હતી. આટલી મોટી આગને ઓલવવા માટે દાહોદ ઉપરાંત દેવગઢ બારિયા, ઝાલોદ, સંતરામપુર સહિતનાં વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. તે દરમિયાન આજરોજ સવારે સંતરામપુર ફાયર બ્રિગેડનું ફાયર ફાઈટર એનટીપીસીની લાગેલી આગમાં મદદ કરવા સંતરામપુરથી પાણી ભરીને નીકળ્યું હતું. રસ્તામાં ઝાલોદ નજીક કલજીની સરસવાણી ગામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફાયર બ્રિગેડનો બમ્બો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જોકે બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી ફાયર બ્રિગેડના વાહનને ઊભું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top