દાહોદ: દાહોદ શહેરને આપણા લોકલાડીલા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી પરંતુ દાહોદ ની જનતા ને આ નગર પાલીકા પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી શહેર ને ગન્દકી તથા સફાઈ મુદે બીલકુલ નિષ્ક્રીયતા જોવાઈ રહીં છે છેલ્લા 15 થી 20 વરસ નો સમય થયો પણ આજે પણ પીવાના પાણીના બુમ બરાડા સાંભળવા મળી રહ્યા છે
ત્રણ દિવસે એક વખત પીવાનું પાણી સપ્લાય કરી સકતા નથી અને લોકો પાસે થી પાણી વેરો 12 મહીના નો વસુલ કરે છે જયારે જોવો ત્યારે કોઈ ને કોઈ બહાના હેઠળ લોકોને ગેર માર્ગે દોરી રહ્યા છે આવુ ક્યાં સુઘી ચાલશે શુ દાહોદ ની જનતા ને આમ જ સમાર્ટ સિટી ના સપના જોવડાવ સે નગર પાલીકા દાહોદ શહેરમાં આવેલ વોર્ડ નંબર એક અને બે માં છેલ્લા એક સપ્તાહથી વધુ સમય વીતી ગયા બાદ પણ આ બંને બોર્ડમાં પીવાના પાણીનો પુરવઠો ન મળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સંબંધે આ બંને વોર્ડના કહી તો દ્વારા પાલિકા તંત્રને પાણી પુરવઠો પૂરો પાડવા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી નિરાકરણ ન આવતાં બોર્ડના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ભર ચોમાસે પાણી માટે વલખા પડતાં બંને વોર્ડના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક વર્ષો રાહ જોયા બાદ લડત આપ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દાહોદ શહેર તથા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ તરીકે દાહોદની કડાણા યોજનાની ભેટ આપી અને દાહોદ ખાતે કડાણા ના નીરનું આગમન થયા પછી અમુક ખામીઓ સામે આવી છે એમાં પાણીને ઉપર ચઢાવવા માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટર નું મેન્ટેનન્સ અને એ માટે વપરાતી વીજળીના બીલ નુ ભારણ દાહોદ નગર સેવા સદન પર આવવા સાથે એમ.જી.વી.સી.એલ ની અનિયંત્રિત બીજ ઉપલબ્ધતા જવાબદાર છે એવું જાણવા મળી રહ્યું છે. વીજ વિભાગ દ્વારા અનિયંત્રિત પ્રવાહના કારણે મોટરમાં વારંવાર ખામી સર્જાવાથી ખાસ કરીને દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બે વિસ્તારમાં સમસ્યા ખૂબ વકરતા સરેરાશ એક સપ્તાહથી પાણી પુરવઠો માત્ર ગણતરીની મિનિટો માટે જ પૂરો પાડવામાં આવ્યો છે.