Panchmahal

દાહોદમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, આરોગ્ય વિભાગ હરકતમાં,બે બાળકોના મોતથી ખળભડાટ..

એક બાળકનું વડોદરા એસએસજીમાં, તેમજ બીજા બાળકનું અમદાવાદ સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત..

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસે હવે દાહોદ જિલ્લામાં પગ પેસારા કર્યો હોય તેમ બે જુદાજુદા કેસોમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાઇરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે.રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, સાથે સાથે પંચમહાલ વડોદરા જેવા વિસ્તારોમાં પણ ચાંદીપુરાના કેસોના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે આ વાયરસ છે દાહોદ જિલ્લામાં પગ પસારો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં બે દિવસમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેશોમાં બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાતમાં વર્ષ 2010માં પણ ચાંદીપુરા 17 બાળકને ભરખી ગયો હતો. આ સમયે રાજ્યમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી અને આરોગ્ય મંત્રી હતા જયનારાયણ વ્યાસ. ચાંદીપુરા વાઇરસ મામલે દિવ્ય ભાસ્કરે આરોગ્યમંત્રી તરીકે લેપ્ટોસ્પાઇરોસિસ અને ચાંદીપુરા જેવા બે-બે વાઇરસને કંટ્રોલમાં કરવાનો અનુભવ ધરાવતા જયનારાયણ વ્યાસ સાથે વાતચીત કરી હતી. પૂર્વ આરોગ્યમંત્રીની સાથે વાત કરતા પહેલા દિવ્ય ભાસ્કરે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી. મરણ પામેલા બંને બાળકો પૈકી દેવગઢ બારિયામાં ત્રણ માસનો હર્ષદ સી બારીઆ નામક બાળકને ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો જણાતા તેને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.જ્યાં તપાસ દરમિયાન ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા બાદ પાંચ દિવસની ટૂંકી સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું છે. ત્યારે બીજા બનાવમાં લીમખેડા તાલુકાના સાસ્ટા ગામનો પાંચ વર્ષિય બાળક સુરેન્દ્રનગર તેના માતા પિતા સાથે મજૂરી અર્થે ગયેલો હતો. જા તેને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજયા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ ચાંદીપુરા વાયરસથી નિપટવા માટે ગઈકાલે કલેકટર યોગેશ નિર્ગુડીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ સહિત સંબંધિત વિભાગોની ટીમ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આજે પ્રાંત અધિકારી એન બી રાજપુતની અધ્યક્ષતામાં પણ ચાંદીપુરા શંકાસ્પદ કેશોમાં તંત્ર દ્વારા શું કામગીરી કરવી જોઈએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ.? આ તમામ બાબતોને લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથક પર સર્વલેન્સ ટીમ દ્વારા મોનીટરીગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ વાસીઓએ પણ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈનનું પાલન કરી આવા કેસોમાં સત્વરે તંત્રને જાણ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top