દાહોદ તા.૦૩
દાહોદ શહેરનો બહુચર્ચિત બોગસ બીન ખેતીના હુકમો કરી સરકારના કરોડો રૂપીયાના પ્રીમીયમ ચોરીના બનાવમાં શૈષવ પરીખ તેમજ ઝકરીયાભાઈ મહેમુદભાઈ ટેલરના ત્રણ દિવસના રિમાન્ડ પુરી થતાં આજરોજ પોલીસે બંન્નેને કોર્ટમાં પુનઃ રજુ કરતાં દાહોદ કોર્ટ દ્વારા વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરતાં ભુમાફિયાઓમાં સન્નાટા સાથે ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરમાં ભુમાફિયાઓનો આતંક વધતાં દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરતાં એકપછી એક ભુમાફિયાની અટકાયત કરી દાહોદ બી ડિવીઝન અને દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ભુમાફિયાઓ વિરૂધ્ધ અલગ અલગ ફરિયાદો નોંધતાં ભુમાફિયાઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે જેમાં દાહોદના શૈષવ પરીખ, દાહોદના ઝકરીયાભાઈ મહેમુદભાઈ ટેલરે તેના અન્ય મળતીયાઓ, હારૂનભાઈ રહીમભાઈ પટેલનાઓ સહિત તેઓના મળતીયાઓની અટકાયત કરી પોલીસે પુછપરછનો ધમધમાટ આરંભ કર્યાે છે તેવામાં શૈષવ પરીખ અને ઝકરીયાભાઈ મહેમુદભાઈ ટેલરને થોડા દિવસો પહેલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં જેમાં દાહોદ કોર્ટે તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં ત્યારે આ રિમાન્ડ આજરોજ તારીખ ૦૩ જુનના રોજ પુર્ણ થતાં પોલીસ દ્વારા આ બંન્નેને દાહોદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, હાઈકોર્ટના કેટલાંક વકીલો આ બંન્નેને જામીન મુક્ત કરાવવા માટે દાહોદની કોર્ટ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદની કોર્ટ દ્વારા હાઈકોર્ટના વકીલોની પણ ન સાંભળી અને તેઓને દાહોદની કોર્ટ દ્વારા તેઓનું ન સાંભળી બંન્નેની જામીન અરજી ફગાવી મુકી હતી ત્યારે દાહોદની કોર્ટ દ્વારા આ બંન્નેના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરતાં ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, આ પ્રકરણ બાદ દાહોદના ઘણા ભુમાફિયાઓ ભુગર્ભમાં ઉતરી ગયાં છે. ભુમાફિયાઓએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી દાહોદ બહાર અંડરગ્રાઉન્ડ થઈ ગયાં હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે પોલીસે ખાસ કરીને આ બનાવમાં સામેલ કેટલાંક ભુમાફિયાઓની અટકાયત માટે અલગ અલગ ટીમો બનાવી આ કેસમાં સંડોવાણીકર્તાઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
———————————————-
