Dahod

દાહોદના દેલસર ગામે સરસ્વતી પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી કુલ રૂા.૧,૯૩,૦૦૦ની મતાની ચોરી

દાહોદ :

દાહોદ તાલુકાના દેલસર ગામે સરસ્વતી પાર્ક સોસાયટી વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપીયા ૧,૫૫,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૯૩,૦૦૦ની મતાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તાલુકાના દેલસર ગામે ઉકરડી રોડ ખાતે સરસ્વતી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતાં અને પાણી પુરવઠામાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં ૨૮ વર્ષિય ધર્મેન્દ્રભાઈ અશોકકુમાર કટારાના બંધ મકાનને ગત તા.૦૨ મેના રોજ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યાે હતો. મકાનમાં તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧,૫૫,૦૦૦ તેમજ ચાંદીની સાંકળી, છડા, ચાંદીની વિટીં સોનાની વિછુડી, સોનાની નથણી, ચાંદીનું કડુ તેમજ પરિવારના સદસ્યોનું પાન કાર્ડ, બેન્કની પાસબુક, ડ્રાઈવીંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, ગાડીની આરસી બુક, ચુંટણી કાર્ડ વિગેરે મળી તસ્કરો કુલ રૂા.૧,૯૩,૦૦૦ની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં.

આ સંબંધે ધર્મેન્દ્રભાઈ અશોકકુમાર કટારાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————-

Most Popular

To Top