Vadodara

દાળ કઠોળના સંગ્રહ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન જાહેર

       વડોદરા: દેશમાં વધી રહેલ દાળ, કઠોળના ભાવો નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે બીજી જુલાઈ,૨૦૨૧ ના જાહેરનામાથી દાળ, કઠોળ સંગ્રહ કરવા માટે મર્યાદા નક્કી કરી છે. તદનુસાર જથ્થાબંધ વેપારીઓ માટે ૨૦૦ મે.ટન, રિટેલરો માટે પાંચ મે.ટન, મિલર માટે  છેલ્લા ૩ મહિનાના ઉત્પાદન અથવા વાર્ષિક ક્ષમતા ના રપ ટકા પૈકી જે વધુ હોય તે, ઇમ્પોર્ટર માટે ૧૫/૦૫/૨૦૨૧ પહેલા આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી અને ૧૫/૦૫/૨૦૨૧ પછી આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી, કસ્ટમ કલીયરન્સના ૪૫ દિવસ પછી લાગુ પડશે.

જે અન્વયે વડોદરા જિલ્લામાં આવેલ દાળ,કઠોળના હોલસેલ, રીટેલર,મિલ,ઇમ્પોર્ટર દ્વારા ઓનલાઈન જાહેર કરેલ સ્ટોકનું તા .૧૧,૧૨ જુલાઈ,૨૦૨૧ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરિક્ષકોની ટીમ તથા મામલતદાર તથા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા ક્રોસ વેરીફીકેસન કરવામાં આવ્યું હતું.    જેમાં ૧૪ મિલર, ૧૦ ડીલર  અને  એક ઇમ્પોર્ટરની તપાસણી કરી જથ્થાનું ક્રોસ વેરીફીકેસન કરી ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ પર જથ્થાની વિગતો ઉપડેટ કરવામાં આવી હતી .   

વડોદરા જિલ્લાના બાકી રહેતા તમામ દાળ, કઠોળના હોલસેલ,રીટેલ, મિલર,ઇમ્પોર્ટર ભારત સરકારની વેબસાઇટ https://fcainfoweb.nic.in/psp ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. કેન્દ્ર સરકારના  જાહેરનામાના ૩૦ દિવસ સુધીમાં નિયત સ્ટોક લીમીટનો જથ્થો લઈ આવવા માટે તેમજ જથ્થાની વિગતો દરરોજ ઓનલાઈન અપડેટ કરવા સબંધિતને જણાવવામાં આવે છે. જાહેરનામાંના ૩૦ દિવસ બાદ જે કોઇ હોલસેલર, રીટેલર ,મિલ ,ઇપોર્ટર દ્વારા ઓનલાઈન વેબસાઈટ પર સ્ટોક જાહેર  કરવામાં આવેલ સ્ટોક લીમીટ કરતા વધારે દાળ, કઠોળનો જથ્થો જોવા મળશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જેથી દાળ, કઠોળના સબંધકર્તાને નિયત મર્યાદા કરતા વધુ જથ્થાનો સંગ્રહ નહિ કરવા અને રોજ બરોજ  ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ પર જથ્થો અપડેટ કરવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોકલાનીએ જણાવ્યું છે. તા .૧૧,૧૨ જુલાઈ,૨૦૨૧ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરિક્ષકોની ટીમ તથા મામલતદાર તથા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા ક્રોસ વેરીફીકેસન કરવામાં આવ્યું હતું.    

Most Popular

To Top