*રવિવારે સાંજે નવલખી મેદાનમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ*
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૧૦ને રવિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ જાણીતા આદ્યાત્મિક ગુરુ શ્રી દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી બનવાના છે.
દાદા ભગવાનના નામે પ્રચલિત શ્રી અંબાલાલ મૂળજીભાઇ પટેલની કર્મભૂમિ અને જન્મ ભૂમિ વડોદરા રહી છે. વ્યવસાયિક પ્રવૃત્તિ દરમિયાન તેમને આત્મજ્ઞાન થતાં અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત આપી અનુયાયીઓને દિવ્ય ચેતના સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું.
હાલમાં દાદા ભગવાન ફાઉન્ડેશના નેજા તળે સામાજિક અને આદ્યાત્મિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન અને વરણામામાં ત્રિમંદિર પ્રસિદ્ધ યાત્રાધામો છે.
દાદા ભગવાનની કર્મભૂમિ એવા વડોદરામાં તેમની ૧૧૭મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. તા. ૧૦થી તા. ૧૭ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. જેના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સાંજે સવા છ વાગ્યે સહભાગી બનશે. તેમની સાથે જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે.
૦૦૦
દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
By
Posted on